________________
૧૩૧
પ્રકરણ ૨ જું : સિદ્ધ સિદ્ધ સ્વરૂપનું દર્શન દે. એવા અનેકાનેક શુદ્ધ ગુણાત્મમય સિદ્ધ ભગવંતને મારી ત્રિકરણ શુદ્ધિથી ત્રિકાળ વંદના હો ! શા દ્ધારક, બાલબ્રહ્મચારી, ઋષિ સમ્પ્રદાયાચાર્ય
સ્વ. મુનિશ્રી અમલખઋષિજી મહારાજ દ્વારા વિરચિત “શ્રી જૈન તવ પ્રકાશ” નું સિદ્ધસ્તવ નામક બીજું પ્રકરણ અહીં સમાપ્ત થયું.
संजयाणं च भावओ.x ભાવાર્થ – “યતિ” શબ્દમાં ય ધાતુ છે. તેને અર્થ કાબૂમાં રાખવું” (To Restrain) એ થાય છે. યતિ શબ્દને સદ્ ઉપસર્ગ લગાડવાથી “સંયતિ” શબ્દ બને છે. તેને અર્થ ધરાઈ આત્માનં નયતીતિ સંસ્થતિ” અર્થાત્ સ્વવશ કરી પોતાના આત્માને જીતે, પાપાચરણથી રોકે તે સંયતિ કહેવાય છે. કેમકે નરકાદિ ચતુગંતિમાં પરાધીનતાથી અનંત વાર સ્વઆત્મા વશ કરાય છે ?
૧. નરકમાં પ્રત્યેક ભવમાં જઘન્ય ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ પર્યત અનંત સુધા, શીત, તાપ, રોગ, શોક, તાડન આદિ દુખે જીવ ખમે છે.
૨. તિર્યંચ ગતિમાં પરાધીનતાથી વનવાસમાં તથા નિર્દય જનેના વિશે પડીને, નરક સમાન અનંત દુઃખ ભોગવે છે.
૩. મનુષ્યપણામાં દરિદ્રાવસ્થામાં, રોગાવસ્થામાં, કારાગ્રહવાસમાં પરાધીનપણે ઘણું દુઃખાનુભવ કરે છે.
પ્રશકામાં કહેલી ગાથાનું આ બીજુ પદ છે. પ્રથમ પદના અર્થરૂપે બે પ્રકરણ થયાં. હવે બીજા પદના અર્થરૂપ આગળનાં ત્રણ પદ કહેવાશે. આ પદને પરમાર્થ એ છે કે : શાસ્ત્ર પ્રરૂપક શ્રી તીર્થકર ભગવાન પિતાનાથી સામાન્ય પદધારક આચાર્યાદિને પ્રત્યક્ષ નમન નહિ કરતા હોવાથી માણસે અર્થાત ભાવથી નમન કર્તા કહ્યા છે, તથા શાસ્ત્ર ગૂંથણું કર્તા ગણધરથી પણ તે જ પ્રકારે અર્થની રોજના કરવી ઘટે છે.