________________
૧૨૫:
પ્રકરણ ૨ જુઃ સિદ્ધ
સિદ્ધ ભગવાનનું વર્ણન
૧૫ પ્રકારે જો સિદ્ધ થાય છે. ૧. તીર્થંકર પદ પામીને સિદ્ધ થયા તે “તીર્થકર સિદ્ધા” ૨. સામાન્ય કેવળી તરીકે સિદ્ધ થયા તે “અતીર્થકર સિદ્ધા.”
૩. તીર્થંકરના શાસનનાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સિદ્ધ થયાં તે “તીર્થસિદ્ધા.”
૪. તીર્થની સ્થાપના થયા પહેલાં સિદ્ધ થયા તથા તીર્થ વિચ્છેદગયા પછી સિદ્ધ થયા તે “અતીર્થ સિદ્ધા.”
પ. જાતિસ્મરણાદિ જ્ઞાનથી ગુરૂ વિના સ્વયં દીક્ષા ધારણ કરી સિદ્ધ થયા તે “સ્વયં બુદ્ધસિદ્ધા.”
૬. વૃક્ષ, વૃષભ, શ્મશાન, વિયેગ, રોગાદિને જોઈ અનિત્યાદિ ભાવનાથી પ્રેરિત થઈ સ્વયમેવ દીક્ષા લઈ સિદ્ધ થયા તે “પ્રત્યેક બુદ્ધ સિદ્ધા.”
૭. આચાર્યાદિના પ્રતિબંધથી દીક્ષા લઈ સિદ્ધ થયા તે બુદ્ધ –બોધિ' સિદ્ધા.”
૮. વેદ-વિકારને ક્ષય કરી ફક્ત સ્ત્રીના અવયવ રૂપ શરીરથી સિદ્ધ થયા તે “સ્ત્રીલિંગ સિદ્ધા. '
૯. તેવી જ રીતે, પુરુષલિંગથી સિદ્ધ થયા તે પુરૂષલિંગ સિદ્ધા.”
૧૦. તેવી જ રીતે નપુંસક લિંગથી સિદ્ધ થયા તે નપુંસકલિંગ સિદ્ધા.”
૧૧. મુહપત્તિ, રજોહરણ આદિ સાધુને વેષ ધારણ કરી સિદ્ધ • થયા તે “સ્વલિંગ સિદ્ધા.”
૧૨. કેઈ અન્ય વેષે દુષ્કર તપાદિકરી વિર્ભાગજ્ઞાની થાય, પછી જૈન શાસનને અનુરાગી થઈ અજ્ઞાન મટાડી અવધિજ્ઞાની થાય અને