________________
૧૧૬
જૈન તવ પ્રકાશ
આ નવ દેવતા સમકિતી હોય છે અને તીર્થકરોને દીક્ષા લેવાને અવસરે તેમને ચેતવણી આપે છે. થોડા જ ભવમાં મેક્ષ પ્રાપ્ત કરવાવાળા છે. લોક (ત્રસનાલ)ના કિનારા પર રહેવાવાળા હોવાથી કાંતિક કહેવાય છે.
ઉક્ત પાંચમા દેવલકથી અર્ધી રાજ ઉપર ૧૮ ઘનરજજુના વિસ્તારમાં ઘનવાય અને ઘનોદધિના આધાર પર છઠું લાંતક દેવલોક છે. તેમાં ૫ પ્રતર છે. તેમાં ૭૦૦ એજન ઊંચાં અને ૨૫૦૦ જન ભૂમિતલવાળાં ૫૦ હજાર વિમાન છે. છઠ્ઠી દેવકના દેવનું જઘન્ય ૧૦ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૪ સાગરોપમનું આયુષ્ય છે.
છઠ્ઠા દેવકથી પા રાજ ઉપર ૭ ઘનરજજુ વિસ્તારમાં ઘનવાય અને ઘનેદધિના આધારે સાતમું “મહાશુક” દેવલોક છે. તેમાં ૪ પ્રત છે. ૮૦૦ એજન ઊંચાં અને ૨૪૦૦ એજન ભૂમિતલવાળાં ૪૦ હજાર વિમાન છે. અહીંના દેવેનું જઘન્ય ૧૪ સાગરોપમનું અને ઉત્કૃષ્ટ ૧૭ સાગરોપમનું આયુષ્ય છે.
સાતમા દેવલકથી પ રાજ ઉપર ૭ ઘનરજજુ વિસ્તારમાં ઘનવાત અને ઘનેદધિના આધારે આઠમું “સહસ્ત્રાર દેવલોક છે. તેમાં ૪ પ્રતર છે. અને ૮૦૦ એજન ઊંચાં તથા ૨૪૦૦ યેજન ભૂમિતલવાળાં ૬૦૦૦ વિમાન છે. અહીંના દેવનું જઘન્ય ૧૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૮ સાગરોપમનું આયુષ્ય છે.
આઠમા દેવકથી છે રાજ ઊંચે ૧૨ ઘનરજુ વિસ્તારમાં મેથી દક્ષિણ બાજુ નવમું “આણત” અને ઉત્તર તરફ દસમું “પ્રાણુત” દેવલોક છે. બન્ને દેવલોક લગડાને આકારે છે. બન્નેમાં ચાર ચાર પ્રતર છે. તેમાં ૯૦૦ જન ઊંચાં અને ૨૩૦૦ એજન ભૂમિતલવાળાં બનેનાં મળી ૪૦૦ વિમાન છે. નવમા દેવલોકના દેવનું જઘન્ય ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૯ સાગરોપમનું આયુષ્ય છે. અને દસમા દેવકના દેવનું જઘન્ય ૧૯ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૦ સાગરોપમનું આયુષ્ય છે.
)