________________
૧૧૪
જૈન તત્વ પ્રકાશ “ઈશાન દેવલોક છે. આ બન્ને દેવલોકમાં ૧૩-૧૩ પ્રતર છે. તેમાં પાંચ પાંચસે એજનનાં ઊંચાં અને ર૭૦૦ જનનાં ભેંયતળિયાવાળાં પહેલા દેવલોકમાં ૩૨ લાખ વિમાન છે અને બીજા દેવલોકમાં ૨૮ લાખ વિમાન છે. પહેલા દેવલોકના ઇંદ્રનું નામ શકેદ્ર છે. તેને આઠ અગ્રમહિષી છે. અને બીજા દેવલોકના ઈશારેંદ્રને પણ આઠ અમહિષી છે.
પ્રત્યેક ઇંદ્રાણીને સોળસેળ હજાર દેવીઓનો પરિવાર છે. પહેલા દેવલોકના દેવતાનું જઘન્ય ૧ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ૨ સાગરોપમનું આયુષ્ય છે. તેની પરિગ્રહિતા દેવીનું જઘન્ય ૧ પલ્યોપમનું અને ઉત્કૃષ્ટ ૭ પલ્યોપમનું આયુષ્ય છે. બીજા દેવલોકના દેવનું જઘન્ય ૧ પલ્યોપમ ઝાઝેરું, ઉત્કૃષ્ટ ૨ સાગરોપમ ઝાઝેરું આયુષ્ય છે. તેની પરિગ્રહિતા દેવીનું જઘન્ય ૧ પલ્યોપમ ઝાઝેરું અને ઉત્કૃષ્ટ ૯ પલ્યોપમ ઝાઝેરું આયુષ્ય છે. અહીંથી ઉપરના દેવલોકમાં દેવીઓ ઉત્પન્ન થતી નથી.
ઉપરના બને દેવલોકની એક રાજ ઉપર ૧૬ ઘનરજજુ વિસ્તારમાં ઘનવાતને આધારે દક્ષિણ દિશામાં ત્રીજું “સનકુમાર અને 'ઉત્તરમાં ચોથું “માહેન્દ્ર દેવલોક છે. બન્નેમાં બાર બાર પ્રતર છે. તેમાં ૬૦૦ યોજન ઊંચાં અને ૨૬૦૦ એજન ભૂમિતલવાળાં ત્રીજામાં ૧૨ લાખ અને ચોથામાં ૮ લાખ વિમાન છે. ત્રીજા દેવલોકના દેવોનું જઘન્ય ૨ સાગરોપમનું, ઉત્કૃષ્ટ ૭ સાગરોપમનું અને ચોથા દેવલોકના દેવેનું જઘન્ય ૨ સાગરોપમઝાઝેરું અને ઉત્કૃષ્ટ ૭ સાગરોપમ ઝાઝેરું આયુષ્ય છે.
ઉક્ત બને દેવલોકથી અર્થે રાજ ઊંચે ૧૮ ઘનરજજુના * વિસ્તારમાં મેરૂ પર્વત પર બરાબર મધ્યમાં ઘનવાતના આધારે પાંચમું
બ્રહ્મલેક દેવક છે. તેમાં છ પ્રતર છે. તેમાં ૭૦૦ જન ઊંચા તથા ૨૫૦૦ એજન ભૂમિતલવાળાં ચાર લાખ વિમાન છે. અહીંનાં દેવનું જઘન્ય ૭ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમ આયુષ્ય છે.
- જેમ મકાનમાં માળ (મજલા) હોય તેમ દેવલોકમાં પ્રતર છે. જેમ માળની અંદર એરડા કેય છે તેમ દેવેલેકમાં વિમાન છે.