________________
પ્રકરણ ૨ જું: સિદ્ધ
૧૧૯ વણતેડાવ્યા આવે છે. અને પોતપોતાના કાર્યમાં તત્પર રહે છે. દ્વારપાળ સમાન ૪ કપાળ દેવ હોય છે. સેના સમાન સાત અણિકાને દેવ હોય છે. તેઓ પોતપોતાના અધિકાર પ્રમાણે હાથી, ઘોડા, રથ, પાયદળ, આદિનાં રૂપ બનાવી યાચિત રીતે ઈન્દ્રના કામમાં આવે છે. ગંધર્વોની અણિકાના દેવ મધુર ગાનતાન કરે છે. નાટકઅણિકાના દેવ મને રમ નૃત્ય કરે છે. આભિગિક દેવ ઇંદ્રના આદેશથી કાર્ય કરવામાં તત્પર રહે છે. અને પ્રકીર્ણ દેવ વિમાનોમાં રહેનારા પ્રજા સમાન હોય છે. દરેક ઇદ્રોનું આયુષ્ય ઉત્કૃષ્ટ હોય છે. આ પ્રમાણે દેવતા પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળ ભોગવતા થકા સુખથી કાલાતિક્રમણ કરે છે. - જેમ મનુષ્યમાં ચંડાલ આદિ નીચ જાતિના મનુષ્યો હોય છે, તેમ દેવમાં કુરૂપ, અશુભ ક્રિયા કરનારા મિથ્યાત્વી અને અજ્ઞાની “કિલ્વિષી નામે દેવો ત્રણ પ્રકારના હોય છે. પહેલા બીજા દેવલોકમાં ૩ પલ્યોપમના આયુષ્યવાળા, ચોથામાં ૩ સાગર આયુષ્યવાળા અને છઠ્ઠા દેવલોકમાં ૧૩ સાગરના આયુષ્યવાળા કિલિવષી હોય છે. તેઓ અનુક્રમે ત્રણ પલિયા, ત્રણ સાગરિયા અને તેર સાગરિયા કહેવાય છે. દેવ ગુરુ ધર્મની નિંદા કરનાર અને તપ સંયમની ચોરી કરનારા મરીને કિલિવષી દેવ થાય છે.
સંખ્યાત એજનના દેવસ્થાનમાં સંખ્યાત અને અસંખ્યાત જનના દેવસ્થાનમાં અસંખ્યાત દેવને ઉત્પન્ન થવાની “ઉત્પાત શય્યા” છે. તે ઉપર દેવદુષ્ય (વસ્ત્ર) ઢંકાયેલું રહે છે. તેમાં પુણ્યાત્માઓ ઉત્પન્ન થાય છે ત્યારે તે શય્યા અંગાર ઉપર નાખેલી રોટલીની પેઠે ફૂલે છે. ત્યારે નિકટવતી દેવો ઘંટનાદ કરે છે, ત્યારે તેના તાબાનાં બધાં વિમાનમાં ઘંટનાદ થાય છે. આથી દેવદેવીઓ ઉત્પાત શય્યા પાસે એકઠાં થઈ જાય. છે અને જયધ્વનિથી વિમાન ગજાવી મૂકે છે.
અંતમુહૂર્તમાં તે દેવ આહારાદિ છ પર્યાપ્તિથી પર્યાપ્ત થઈ, તરુણ વયવાળા જેવું શરીર ધારણ કરી તથા દેવદુષ્ય ધારણ કરી બેઠા થાય છે. ત્યારે દેવો પ્રશ્ન કરે છે કે આપે શાં દાન દીધાં? શાં પુણ્ય કર્યા કે અમારા નાથ થયા? ત્યારે તે અવધિજ્ઞાનથી પૂર્વ જન્મનું