________________
જૈન તત્ત્વ પ્રકાશ
નવ ચૈવેયકથી ૧ રાજ ઉપર ૬ા ઘનરજ્જુના વિસ્તારમાં ચારે દિશામાં ચાર વિમાન ૧૧૦૦ ચેાજન ઊંચાં અને ૨૧૦૦ચેાજન ભૂમિતલવાળાં અસ`ખ્યાત ચેાજનનાં લાંબાંપહેાળાં છે. મધ્યમાં એક લાખ ચેાજન લાંબું, પહેાળું, ગાળ પાંચમુ વિમાન છે, તેનાં નામ–૧. પૂર્વ માં વિજય. ૨. દક્ષિણમાં વૈજય‘ત, ૩. પશ્ચિમમાં જયંત, ૪. ઉત્તરમાં અપરાજિત, અને ૫. મધ્યમાં સર્વાસિદ્ધ વિમાન છે, એ પાંચે વિમાનવાસી દેવાનુ એક હાથનુ દેહમાન છે. અને ચાર વિમાનાના દેવાનુ જઘન્ય ૩૧ સાગરાપમ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરાપમનું આયુષ્ય છે. અને સર્વાસિદ્ધ વિમાનના દેવાનુ જઘન્યાત્કૃષ્ટ ૩૩ સાગરોપમનું આયુષ્ય છે.
બધા વિમાનામાં આ પાંચ વિમાન શ્રેષ્ઠ હાવાથી તેને અનુત્તર વિમાન કહે છે. સર્વાર્થસિદ્ધ વિમાનની છતની મધ્યમાં ૨૫૩ મેાતીના એક ચંદરવા છે. તેમાં મધ્યનુ ૧ મેાતી ૬૪ મણનું છે. ચાતરમ્ ચાર માતી ૩૨–૩૨ મણનાં છે. તેની પાસે આઠ મેાતી ૧૬–૧૬ મણનાં છે. તેની પાસે ૧૬ મેાતી ૮-૮ મણનાં છે. તેની પાસે ૩૨ માતી ૪-૪ મણનાં છે. તેની પાસે ૬૪ મેાતી ૨-૨ મણનાં છે. અને તેની પાસે ૧૨૮ મેાતી એક એક મણનાં છે. તે માતી હવાથી પરસ્પર અથડાય છે ત્યારે તેમાંથી ૬ રાગ, ૩૬ રાગણી નીકળે છે.
જેમ મધ્યાહ્નના સૂર્ય સવ ને મસ્તક પર દેખાયછે તેમ આ ચંદરવા પણ સર્વાસિદ્ધ વિમાનના સદાને પેાતાના મસ્તક પર દેખાય છે. આ પાંચે વિમાનામાં શુદ્ધ સયમ પાળનાર ચૌદ પૂર્વાંધર સાધુ જ ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ સદૈવ જ્ઞાન ધ્યાનમાં નિમગ્ન રહે છે. જ્યારે તેમને કંઇક સંદેહ ઉત્પન્ન થાયછે, ત્યારે તે શય્યાથી નીચે ઊતરીને અહી બિરાજમાન તીર્થંકર ભગવાનને નમસ્કાર કરી પ્રશ્ન પૂછે છે. અને ભગવાન તે પ્રશ્નના ઉત્તરને દ્રવ્ય મનામય પુદગલેામાં પરિણમાવે છે. તેને તેએ અવધિજ્ઞાનથી ગ્રહણ કરી સમાધાન પામે છે.
પાંચે વિમાનના દેવા એકાંત સમ્યગ્દષ્ટિ હાય છે. ચાર અનુત્તર વિમાનના દેવા સખ્યાત ભવ કરીને અને સર્વાર્થ સિદ્ધના દેવેા એક જ ભવ કરી મેાક્ષ પામે છે. અહીંના દેવા સ`થી અધિક સુખી છે.
રર