________________
પ્રકરણ ૨ જુ: સિદ્ધ
૧૨
અવલોકન કરી કહે છે કે, હું મારા સ્વજન મિત્રોને જરા સૂચન કરી આવું એમ કહી તૈયાર થાય છે. ત્યારે તે દેવદેવીઓ કહે છે કે ત્યાં જઈને આપ અહીંની શી વાત કરશે ? જરા એક મુહૂર્ત માત્ર નાટક તે જોતા જાઓ. ત્યારે નૃત્યકાર અણિકાના દેવ જમણું ભુજાથી ૧૦૮ કુંવર તથા ડાબી ભુજાથી ૧૦૮ કુમારિકાઓ કાઢીને ૩૨ પ્રકારનું નાટક કરે છે, અને ગંધર્વની અણિકાના દેવ ૪૯ જાતિનાં વાજિંત્રોની સાથે ૬ રાગ, ૩૬ રાગિણીના મધુર સ્વરથી આલાપ કરે છે. તેમાં તે અહિંનાં બે હજાર વર્ષ વીતી જાય છે. તે દેવ ત્યાંના સુખમાં લુખ્ય થઈ પૂર્વોપાર્જિત પુણ્યનાં ફળ ભોગવવામાં તલ્લીન થઈ જાય છે.
અગિયારમા બારમા દેવલોકથી ૨ રાજ ઉપર અને ૮ ઘનરજુ વિસ્તારમાં ગાગર બેડાને આકારે ઉપરાઉપરી આકાશને આધારે નવ
વેયક છે. તેની ત્રણ ત્રિકમાં ૯ પ્રતર છે. | પહેલી ત્રિકમાં ૧. ભદ્ર ૨. સુભદ્ર, ૩. સુજાતા આ ત્રણ ગ્રેવેયક છે. ત્રણેનાં ૧૧૧ વિમાન છે.
બીજી ત્રિકમાં ૪. સુમાનસ, ૫. સુદર્શન ૬. પ્રિયદર્શન એ ત્રણ શૈવેયક છે. તેમાં ૧૦૭ વિમાન છે.
ત્રીજી ત્રિકમાં ૭. આમોહ ૮. સુપ્રતિભદ્ર, ૯. યશેધર એ ત્રણ વેયક છે. ત્રણેના ૧૦૦ વિમાન છે. આ બધાં વિમાન ૧૦૦૦ જન ઊંચાં છે. અને ૨૨૦૦ જનનાં ભૂમિતલ છે. અહીંના દેવનું બે હાથનું દેહમાન છે.
આયુષ્યપહેલી ગ્રેવેયકમાં જઘન્ય ૨૨ સાગરોપમ ઉત્કૃષ્ટ ૨૩ સાગરોપમ છે, બીજીમાં, જઘન્ય ૨૩ ઉત્કૃષ્ટ ૨૪, ત્રીજીમાં જઘન્ય ૨૪ ઉત્કૃષ્ટ ૨૫, ચોથીમાં જઘન્ય ૨૫ ઉત્કૃષ્ટ ૨૬, પાંચમીમાં જઘન્ય ર૬ ઉકૃષ્ટ ૨૭, છઠ્ઠીમાં જઘન્ય ૨૭ ઉત્કૃષ્ટ ૨૮, સાતમીમાં જઘન્ય ૨૮ ઉત્કૃષ્ટ ૨૯, આઠમીમાં જઘન્ય ૨૯ ઉત્કૃષ્ટ ૩૦, નવમીમાં જઘન્ય ૩૦ ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમનું આયુષ્ય હોય છે.