________________
પ્રકરણ ૨ જું : સિદ્ધ
૧૧૭ નવમા દસમા દેવલોકથી અર્ધી રાજ ઊંચે ૧ ઘનરજજુ વિસ્તારમાં મેરુથી દક્ષિણ દિશામાં ૧૧મું “આરણ અને ઉત્તર દિશામાં બારમું “અશ્રુત દેવલોક છે. બંનેમાં ચાર ચાર પ્રતર છે. તેમાં ૧૦૦૦
જન ઊંચાં અને ૨૨૦૦ જનનાં ભૂમિતલવાળાં બંનેનાં મળી ૩૦૦ વિમાન છે. અગિયારમા દેવલેકના દેવનું જઘન્ય ૨૦ સાગરોપમનું અને ઉત્કૃષ્ટ ૨૧ સાગરોપમનું તથા બારમા દેવલોકના દેવેનું જઘન્ય ૨૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૨૨ સાગરોપમનું આયુષ્ય છે.
પહેલા સુધર્મા દેવલોકમાં “અપરિગ્રહીતા” દેવીઓનાં ૬ લાખ વિમાન છે. તેમાં રહેનારી દેવીઓનું જઘન્ય ૧ પલ્યોપમ, ઉત્કૃષ્ટ પ૦ પલ્યોપમનું આયુષ્ય છે. તેમાંથી એક પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ જ પહેલા દેવલોકનાં ઉપભેગમાં આવે છે. એક પલ્યોપમથી એક સમય અધિકથી તે ૧૦ પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ ત્રીજા દેવલોકના દેવને ભગયોગ્ય હોય છે. ૧૦ પલ્યોપમથી એક સમયાધિક ૨૦ પોપમ સુધીના આયુષ્યવાળી દેવી પાંચમા દેવલોકના દેવને ભોગયોગ્ય, ૨૦ પોપમથી સમયાધિક ૩૦ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દવીઓ સાતમા દેવલોકન દેવને ભેગગ્ય હોય છે. ૩૦ પપમથી એક સમયાધિક ૪૦ પલ્યોપમના આયુષ્યવાળી દેવીઓ નવમા દેવલોકના દેવને ભાગ હોય છે. ૪૦ પલ્યોપમથી એક સમયાધિક અને ૫૦ પલ્યોપમ સુધીના આયુષ્યવાળી દેવીઓ ૧૧મા દેવલોકના દેવોને ભોગયોગ્ય હોય છે.
બીજા દેવલોકમાં અપરિગ્રહીતા દેવીઓનાં ૪ લાખ વિમાન છે. તેમાં રહેનારી દેવીઓનું જઘન્ય ૧ પલ્યોપમ ઝાઝેરું અને ઉત્કૃષ્ટ પપ પલ્યનું આયુષ્ય છે. જેમાંથી એક પલ્ય ઝાઝેરાના આયુષ્યવાળી દેવીઓ જ બીજા દેવલોકના દેના ઉપભોગમાં આવે છે. એક પલ્યોપમ ઝાઝેરા સમયાધિથી તે ૧૫ પલ્યોપમ સુધીની ચેથા દેવલોકે, ૧૫ થી ૨૫ પલ્યોપમ સુધીની છઠ્ઠી દેવલોકે, ૨૫ થી ૩૫ આઠમા દેવલોકે, ૩૫ થી ૪૫ દસમા દેવલોક અને ૪૫ થી ૫૫ પલ્યોપમ સુધીની બારમા દેવલેકે વસતા દેવને ઉપભેગમાં આવે છે.