________________
પ્રકરણ ૨ જુંઃ સિદ્ધ
૧૧૫ પાંચમા દેવલોકના ત્રીજા અરિષ્ટ નામે પ્રતરની પાસે દક્ષિણ દિશામાં ત્રસનાલની અંદર પૃથ્વી પરિણામરૂપ કાળા રંગની અખાડાના આકારે નવ કૃષ્ણરાજુ x છે.તેમાં ૪ દિશાએ ચાર, ૪ વિદિશાએ ચાર અને એક મધ્યમાં એમ નવ વિમાન છે. તેમાં કાંતિક જાતિના દેવ રહે છે. તેમનાં નામ આ પ્રમાણે છે.
૧. ઈશાન કોણમાં “અચી વિમાન છે. તેમાં “સારસ્વતી દેવ રહે છે.
. પૂર્વમાં “અર્ચિમાલી વિમાન છે. તેમાં “આદિત્ય દેવ રહે છે. એ બન્ને દેવોને ૭૦૦ દેવને પરિવાર છે.
૩. અગ્નિકોણમાં “વેરોચનં વિમાન છે. તેમાં વહિ દેવ રહે છે.
૪. દક્ષિણમાં “પ્રભંકર વિમાન છે, જેમાં “વરુણ દેવ રહે છે. આ બન્ને દેવોને ૧૪૦૦૦ દેવોને પરિવાર છે.
૫. નૈઋત્ય કોણમાં “ચંદ્રાભ વિમાન છે, તેમાં ગયા દેવ રહે છે.
૬. પશ્ચિમમાં “સૂર્યાભ” વિમાન છે. તેમાં “તુષિત' દેવ રહે છે. એ બન્નેને ૭૦૦૦ દેવોને પરિવાર છે.
૭. વાયવ્ય કોણમાં “શકાભ વિમાન છે. તેમાં “અવ્યાબાધ દેવ રહે છે.
૮. ઉત્તર દિશામાં “સુપ્રતિષ્ઠ વિમાન છે, તેમાં “અગ્નિદેવ” રહે છે. ૯. સર્વની મધ્યમાં “
રિષ્ટાભ વિમાન છે, તેમાં “અરિષ્ટ દેવ રહે છે. આ ત્રણેને ૯૦૦ દેવોને પરિવાર છે.
x અસંખ્યાતમા અરૂણવર સમુદ્રમાંથી ૧૭૨૧ જન પછી ભીંત સમાન અને અંધકારમય “તમસ્કાર્ય” નીકળીને ઉપર ચઢતીને ચાર દેવલોકને પેટાળમાં લઇ પાંચમા દેવલોકના ત્રીજા પ્રતર પાસે પહોંચી છે. તે સમુદ્રમાંથી નીકળતાં એક એક પ્રદેશની હોય છે. ઉપર જતાં પ્રદેશ પ્રદેશે એક એક પ્રદેશ વધતાં પાંચમા દેવલેકે અસંખ્યાત જન જાડી હોય છે.