________________
પ્રકરણ ૨ જુ સિદ્ધ તપના પ્રભાવથી જીવો મરીને પરમાધમી દેવે થાય છે, અને તે પરમાધમી દેવો નારકી જીવોને સંતાપ પહોંચાડવામાં જ આનંદ માને. છે, અને પાપ તે જે કરે તે બધાને લાગે જ છે. આવા પાપના. યોગથી જ તે દેવો ત્યાંનું આયુષ્ય પૂરું કરીને બકરાં, મરઘાં, વગેરે. નીચ યોનિમાં ઉત્પન્ન થઈ આયુ પૂર્ણ થતાં પહેલાં જ મરી જાય છે.
એ પ્રકારની પરમાધમી કૃત વેદના તે ત્રીજા નરક સુધી જ' છે. ચોથાથી સાતમા નરક સુધી અન્યોન્ય કૃત વેદના હોય છે. જેમ નવા કૂતરાના આવવાથી બધાં કૂતરાંઓ તેના ઉપર તૂટી પડે છે, તેને ત્રાસ પહોંચાડે છે. તેમ ચોથા પાંચમા નરકમાં એક નારકીને જીવ બીજા જીવોને દુઃખ દે છે. તેમને મહા કિલામના ઉપજાવે છે, એટલે કે તેઓ પરસ્પરમાં દુઃખ દીધા કરે છે. એ વખતે જે સમ્યગદષ્ટિ જીવો હોય છે તે પૂર્વ કર્મનો ઉદયભાવ જાણ સમભાવપૂર્વક દુઃખ સહન કરે છે, બીજાને દુઃખ આપતા નથી અને જે મિથ્યાદષ્ટિ હોય છે તે પરસ્પર લાતે. અને પેલે મારે છે. વૈકિય શસ્ત્રો બનાવીને પરસ્પર પ્રહાર કરે છે, મારામારી કરે છે અને છઠ્ઠા સાતમા નરકના જીવ છાણના કીડા જેવા વજીમય મુખવાળા કંથવાનાં રૂપ બનાવીને પરસ્પર એકબીજાનાં શરી--- રમાં આરપાર નીકળી જાય છે. આખા શરીરમાં ચાળી જેવાં છિદ્ર કરીને મહા ભયંકર પરિતાપ ઉપજાવે છે. આ પ્રમાણે મહા દુઃખ . ભોગવે છે.
૧૦ પ્રકારની ક્ષેત્ર વેદના ૧. અનત સુધા-જગતમાં જેટલા ખાદ્ય પદાર્થ છે એ બધા: એક જ નારકી જીવને દઈ દેવામાં આવે તે પણ તેની તૃપ્તિ ન થાય. એવા ક્ષુધાતુર તેઓ સદા હોય છે. કારણ કે તેમને નરકમાં ખાવાનું. કંઈ જ મળતું નથી. - ૨, અનંત તૃષા–બધા સમુદ્રનું પાણી એક જ નારકી જીવને દેવાય તે પણ તેની તૃષા શાન્ત ન થાય એવા તરસ્યા હમેશાં તેઓr. હોય છે.