________________
પ્રકરણ ૨ જુ: સિદ્ધ એમની દેવીઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષથી કંઇક અધિક અને ઉત્કૃષ્ટ કલા પલ્યોપમનું છે.
પંદર જાતના પરમાધાર્મિકદેવ અસુરકુમારમાં ગણવાના છે.
બીજા આંતરામાં નાગકુમાર જાતિના દેવ વસે છે. જેમના દક્ષિણના વિભાગમાં ૪૪ લાખ ભુવન છે. જેના ધરણેન્દ્ર માલિક છે. અને ઉત્તર વિભાગમાં ૪૦ લાખ ભુવન છે, જેમના ભૂતેજ માલિક છે.
ત્રીજા અંતરામાં સુવર્ણકુમાર નામના દે રહે છે. એમના. દક્ષિણ વિભાગમાં ૩૮ લાખ ભવને છે. જેના વેણુઈન્દ્ર છે અને ઉત્તર વિભાગમાં ૩૪ લાખ ભુવન છે, જેમના માલિક વેણુદલેન્દ્ર છે.
ચોથા આંતરામાં વિદ્યુતકુમાર જાતિના દેવતા રહે છે, દક્ષિણના ઈન્દ્ર હરિકાંત છે અને ઉત્તરના હરિશેખરેન્દ્ર છે.
પાંચમા આંતરામાં અગ્નિકુમાર જાતિના દેવતા રહે છે. દક્ષિણના ઈન્દ્ર શેખરે છે અને ઉત્તરના ઈન્દ્ર માણવેન્દ્ર છે.
છઠ્ઠી આંતરામાં દ્વીપકુમાર જાતિના દેવતા રહે છે. દક્ષિણના પૂરણેન્દ્ર છે અને ઉત્તરના વિશિષ્ટ છે.
સાતમા આંતરામાં ઉદધિકુમાર જાતિના દેવો રહે છે. દક્ષિણના જલકાન્તન્દ્ર છે. ઉત્તરના જલપ્રત્યેન્દ્ર છે.
આઠમા આંતરામાં દિશાકુમાર જાતિના દેવો રહે છે. દક્ષિણના અમીતેન્દ્ર છે. અને ઉત્તરના અમિતવહનેન્દ્ર છે.
નવમા આંતરામાં વાયુકુમાર જાતિના દે રહે છે. દક્ષિણના. બલવકેન્દ્ર છે અને ઉત્તરના પ્રભજનેન્દ્ર છે.
દસમા આંતરામાં રતનિતકુમાર જાતિના દે રહે છે. જેની દક્ષિણ દિશામાં ઘેન્દ્ર છે અને ઉત્તર દિશાના મહાન્દ્ર છે. એમાં ચોથા વિધતકુમારથી સ્વનિતકુમાર સુધી દક્ષિણ વિભાગમાં પ્રત્યેકનાં જુદા જુદા