________________
S.
પ્રકરણ ૨ જું ઃ સિદ્ધ
ન=નથી, અર્ક સૂર્ય, એમ ઘણે ઠેકાણે જોવામાં આવે છે પણ તે બરાબર નથી. ન+અર્ક નાર્ક થાય, નરક ન થાય. તેની વ્યુત્પત્તિ નીચે મુજબ છે.
નિર–નિગતમ્, અયમ-ઈષ્ટ ફલ પ્રાપ્તક કર્મ યેવ્યસ્ત નિરયા. શાસ્ત્રોમાં અનેરઈયા' શબ્દ આવે છે. તેનું સંસ્કૃત નરયિકાણામ થાય છે.
નિતા : અયાત્ શુભાત ઈતિ નિરાઃ નરકાવાસાઃ તેવુમવા નરયિકાઃ સાતવેદનીય આદિ શુભરૂપ કર્મોથી જે સ્થાન નિર્ગત (રહિત) હોય છે, તે સ્થાનને નિરય કહે છે. આ નિરમાં (નરકાવાસમાં) જન્મ લેનારા અને નરયિકો કહે છે. નરયિકનું બીજું નામ નારકે છે. (જુઓ પૂ. શ્રી ઘાસીલાલજી મ. સા. શ્રુત સ્થાનાંગ સૂત્ર ભાગ ૧ પાનું ૧૫૬ ભગવતી ભાગ ૧ પાનું ૧૫)
પ્રશ્ન-આવા મહાદુઃખપ્રદ નરકમાં કયા પાપોદયથી જીવ જાય છે?
ઉત્તર-સૂયગડાંગ સૂત્રના પહેલા મૃત સ્કંધના ૫ મા અધ્યયનમાં કહ્યું છેઃ तिव तसे पाणिणो थावरे य, जे हिंसति आयसुह पडुच्चा जे लुसए होई अदत्तहारी, ण सिक्खति सेय वियस किं चि ।। 'पागम्मी पाणे बहुणं तिवाती, अनिव्वुए वातमुवेति बाले । णिहोणिसं गच्छति अंतकाले, अहोसिर कट्टु उवेइ दुग्ग ॥४॥
અર્થાત-જે પ્રાણી પિતાના સુખને માટે ત્રસ (બેઈદ્રિય, તે ન્દ્રિય, ચરિંદ્રિય, પંચેન્દ્રિય) અને સ્થાવર (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ)ને જીની નિર્દયતાના ભાવથી હિંસા કરે છે અને અદત્તનું ગ્રહણ કરી બીજાને લુંટી માનવોને દુઃખી કરે છે, ગ્રહણ કરવા ગ્ય શિક્ષાત્રત–પ્રત્યાખ્યાન આદિને ગ્રહણ કરતો નથી. હિંસાદિ પાપકૃત્યોને પુણ્યકારી બતાવવાની ધૃષ્ટતા કરે છે, ધાદિ ચાર કષાયથી નિવૃત્ત થ નથી, તે અજ્ઞાની મરણ થયા બાદ નીચું માથું કરીને અંધકારમય મહાભયંકર નરક સ્થાનમાં જાય છે અને મહાદાન સામે છે.