________________
૯૭)
પ્રકરણ ૨ નું સિદ્ધ તેની પાસે ૫૦૦ યોજન ઊંચા અને અંગૂલના અસંખ્યાતમા ભાગ જેટલા પહેળા, હાથીદાંતના જેવા વાંકા એવા બે ગજદંતા છે. એક પૂર્વમાં રૂપા જેવો વેત વર્ણન સોમનસ અને બીજે, પશ્ચિમમાં તપ્ત સુવર્ણ જે રક્ત વર્ણનો વિદ્યુતપ્રભ નામે ગજદંત પર્વત છે. તે બને પર્વત પર અલગ અલગ ૭ અને ૮ ફૂટ છે.
મેરુ પર્વતની ઉત્તર દિશામાં અને રમ્યકવાસ ક્ષેત્રની પાસે દક્ષિણમાં નિષધ પર્વતના જેવડે જ નીલમ જેવા લીલા રંગને “નીલવંત” નામે પર્વત છે. તેના ઉપર ૯ ફૂટ છે. મધ્યમાં તિગિચ્છ દ્રહના જેવો જ “કેસરી દ્રહ છે. તેમાં રત્નમય કમળ પર “કીર્તિદેવી” * સપરિવાર નિવાસ કરે છે.
આ દ્રહમાંથી બે નદીઓ નીકળી છે. ૧. “નારીકંતા” નદી. ઉત્તર તરફ રયસ્વાસ ક્ષેત્રની મધ્યમાં થઈ પ૬૦૦૦ નદીઓના પરિવારથી પશ્ચિમ દિશાના લવણ સમુદ્રમાં જઈ મળે છે અને ૨. સીતા નદી દક્ષિણ તરફ ઉત્તરકુરુ ક્ષેત્ર તથા ઝમક સમક પર્વતની મધ્યમાં થઈને તેમજ ૧. નીલવંત ૨. ઉત્તરકુરુ. ૩. ચંદ્ર, ૪. ઐરવત અને ૫. માલ્યવંત એ પાંચ દ્રહની મધ્યમાંથી પસાર થઈ, ભદ્રશાલ વનમાં મધ્યમાં વહેતી મેથી બે યોજન દૂર માલ્યવંત ગજદંતની નીચે થઈ, પૂર્વ દિશા તરફ વળી મહાવિદેહ ક્ષેત્રના બે વિભાગ કરતી પૂર્વોક્ત પ્રકારે ૫,૩૨,૦૦૦ નદીઓના પરિવારથી પરિવૃત્ત થઈ પૂર્વ દિશાના સમુદ્રમાં
જઈ મળે છે.
* દહની મધ્યમાં કમળ પર રહેનારી ભુવનપતિ જતિની દેવાઓ ૧ પલ્યોપમના આયુષ્યવાળી હોય છે. તેના ૪૦૦૦ સામાનિક દેવ, ૧૬૦૦૦ આત્મરક્ષક દેવ, ૮૦ ૦ ૦ અત્યંતર પરિષદના દેવ છે, ૧૦૦૦૦ મધ્ય પરિષદના. દેવ છે. ૧૨૦૦૦ બાહિર પરિષદના દેવ છે. સાત અણિકાના નાયક દેવ છે. ૪ મહત્તરી દેવી અને ૧૨૦.૦૦૦૦૦ આભિયોગિક દેવ છે. આ બધાને રહેવાને માટે અલગ અલગ રત્નમય કમળો છે, અને ૧૦૮ ભૂષણ ધારણ કરવાનાં કમળો છે એમ સર્વ ભળી ૧૨૦,૫૦,૧૨૦ કમળ જેના ઉપર રત્નમય ભુવન છે. તેમ દેવદેવીઓ રહે છે.