________________
પ્રકરણ ૨ જુઃ સિદ્ધ
૧૦૫ એક એક કલશના ત્રણ ત્રણ કાંડ (વિભાગ) છે. પ્રથમ કાંડમાં ૩૩૩૩૩૩ જનમાં વાયુ, બીજા ૩૩૩૩૩૩ એજનમાં વાયુ અને પાણી અને સાથે અને ત્રીજા ૩૩૩૩૩ જનમાં એકલું પાણું ભર્યું છે.
આ ચારે કલશની મધ્યના ચાર આંતરામાં વજરત્નમય નાના કળશની ૮-૯ પંક્તિઓ છે. પહેલી પંક્તિમાં ૨૧૫, બીજીમાં ૨૧૬, ત્રીજીમાં ૨૧૭, ચોથીમાં ૨૧૮, પાંચમીમાં ૨૧૯, છઠ્ઠીમાં ૨૨૦, સાતમીમાં ૨૨૧, આઠમીમાં ૨૨૨ અને નવમીમાં ૨૨૩ કલશ છે. આ નાના કલશ ૧૦૦૦ એજન ઊંડા, વચ્ચે ૧૦૦૦ જન પહોળા અને તળિયે તથા મેઢીએ ૧૦૦ એજન પહોળા છે. તેની ઠીકરી ૧૦ એજન જાડી છે.
તે પ્રત્યેક કલશના ત્રણ કાંડ છે. તેમાં ૩૩૩ એજન ઝાઝેરામાં વાયુ, ૩૩૩ જન ઝાઝેરામાં પાણી અને વાયુ તેમ જ ૩૩૩ યોજન ઝાઝેરામાં ફક્ત પાણી ભરેલું છે. નાના મોટા કલશ મળી કુલ ૭૮૮૮ છે.
આ કલશના નીચેના કાંડનો વાયુ જ્યારે શું જાયમાન થાય છે ત્યારે ઉપરના કાંડમાંથી પાણી ઊછળી નીચે દર્શાવેલી દગમાળાથી પાણે બે કેસ ઉપર ચડી જાય છે. આઠમ અને પાખીને દિવસે પાણી વિશેષ ઊછળે છે. જેથી સમુદ્રમાં ભરતી આવે છે.
આ કલશ પર ૧૭૪૦૦૦ નાગકુમાર જાતિના દેવ સેનાના કડછાથી પાણીને દબાવે છે. તેને વેલંધર દેવ કહે છે. લવણ સમુદ્રની મધ્યમાં ૧૦૦૦૦ જનની પહોળાઈમાં ૧૬૦૦૦ એજન ઊંચે દગમાળા છે. અર્થાત્ સમુદ્રની વચ્ચે જાણે ૧૬૦૦૦ જનની ઊંચી અને ૧૦૦૦૦ જનની જાડી એવી પાણીની દીવાલ છે.
જંબુદ્વીપ અને ધાતકીખંડમાં રહેલાં તીર્થકર, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા સમ્યગ્દષ્ટિ આદિ ઉત્તમ પુરુષોનાં તપ, સંયમ, ધર્મ, પુણ્યના અતિશયથી સમુદ્રનું પાણી કદી પણ માઝા મૂકતું નથી. -