________________
૧૦૮
જૈન તત્વ પ્રકાશ અઢી દ્વીપની બહાર ૧, મનુષ્યોત્પત્તિ, ૨. બાદર અગ્નિકાય, ૩, દ્રહ, ઇ. નદી, પ. ગરવ, ૬, વિદ્યુત, ૭. વાદળાં, ૮. વરસાદ, ૯. ખાડા અને ૧૦. દુષ્કાળ, એ દસ વસ્તુ હોતી નથી. માનુષ્યત્તર પર્વતની બહારના પુષ્કરાઈ દ્વીપમાં દેવનાં તથા તિર્યંચાદિનાં નિવાસસ્થાને છે.
હવે અહીં દ્વીપ અને સમુદ્રોનાં નામ કહેવામાં આવે છે?
પુષ્કરદ્વીપની ચોમેર વીંટળાયેલો ૩૨ લાખ યોજન પહોળો પુષ્કર સમુદ્ર છે. તે પછી એક દ્વીપ અને એક સમુદ્ર એમ અનુક્રમે એકેકથી બમણી પહોળાઈના ચોમેર વીંટળાયેલા છે.
(૧) જંબુદ્વીપ પછી લવણ સમુદ્ર. (૨) ધાતકીખંડદ્વીપ, કાલોદધિ સમુદ્ર, (૩) પુષ્કરવારીપ, પુષ્કરોદધિ સમુદ્ર, (૪) વારુણીવરદ્વીપ,
- કેઈ કહે છે. ભગવાન અજિતનાથને વારે આ સંખ્યા હતી. અઢી ઠપમાં જેટલું મનુષ્યનું આયુષ્ય તે પ્રમાણે હાથી અને સિંહનું આયુષ્ય, મનુષ્યના ચેથા ભાગનું ઘેડનું આયુષ્ય, અને આઠમા ભાગનું ઘેટાં, બકરા અને શિયાળનું આયુષ્ય, પાંચમા ભાગનું ગાય, ભેંસ, ઉર અને ગધેડાનું આયુષ્ય, અને દશમા ભાગનું કૂતરાનું આયુષ્ય જાણવું.
| x લવણ સમુદ્રમાં નમક જેવું પાણી, કાલેદધિમાં સાધારણ પાણી જેવું પાણ, વારણ સમુદ્રમાં મદિરા જેવું પાણી ક્ષીર સમુદ્રમાં દૂધ જેવું પાણી -બૃત સમુદ્રમાં ઘી જેવું પાણી, અને અસંખ્યાત સમુદ્રોમાં ઈષ્ફરસ જે પાણીને સ્વાદ છે. નંદીશ્વરીપમાં ત્રણે ચાતુર્માસીના દિવસે દેવો તીર્થ કરના પંચકલ્યાણ આદિ શુભ દિવસમાં આઠ દિવસને અઢાઈ મહેત્સવ કરે છે. રૂચકીપ સુધી જંઘાચરણ મુનિ જાય છે.
રૂચકકીપની મધ્યમાં વલયાકાર રૂચક પર્વત છે. તે ઉપર ૪૦ દિશાકુમારી દેવી બો રહે છે. ૮ નંદનવનમાં અને ૮ ગજદંતા પર્વત પર એમ સર્વે મળી ૫૬ દિગૂ કુમારિકા છે. અઢી ઉદ્ધાર સાગરેપમ અર્થાત ૨૫ ક્રોડાકોડી ઉદ્ધાર પલ્યોપમના જેટલા સમય થાય તેટલા (અસંખ્યાતા) દ્વીપ સમુદ્ર છે. તથા જગતમાં સુપ્રશસ્ત (સારી વસ્તુઓનાં જેટલાં નામ છે તે દરેક નામના અસંખ્યાતા અસંખ્યાતા દ્વીપ સમુદ્ર છે. જમ્મુ નામના પણ અસંખ્યાતા દીપે છે.