________________
૧૦૬
જેન તત્વ પ્રકાશ
જંબુદ્વીપનાં ચારે દ્વાર અને ચારે દિશાઓમાં બેતાલીશ હજાર યેાજન ઉપર ૧૭૨૧ જન ઊંચા, નીચે ૧૦૨૨ જન પહેળા, ઉપર ૪૨૪ યોજન પહોળા ૮ પર્વતે છે + તે ઉપર વેલંધર દેવના. આવાસ છે. તેમાં તેઓ સપરિવાર વસે છે. આ ઠેકાણે ૧૦૦૦૦ (દસ હજાર) જનન ગીતમદ્વીપ છે. તેમાં લવણ સમુદ્રને માલિક “સુસ્થિત દેવ સપરિવાર રહે છે. | લવણ સમુદ્રની ચારે તરફ વટળાયેલે ચાર લાખ યેાજન પહોળે ધાતકીખંડ' નામે દ્વિીપ છે. તેની મધ્યમાં ૫૦૦ યોજન ઊંચા. ધાતકીખંડની પહોળાઈ જેટલા લાંબા, ઉત્તર દક્ષિણ દ્વારથી નીકળેલા બે ઇક્ષુકાર” પર્વત છે. તેણે ધાતકીખંડ દ્વિીપના ૧. પૂર્વ ધાતકીખંડ અને ૨. પશ્ચિમ ઘાતકીખંડ એવા બે વિભાગ કર્યા છે.
બન્ને વિભાગમાં એક એક મેરુ પર્વત છે. તે બન્ને મેરુ ૮૪ હજાર યોજન ઊંચા અને ભૂમિ પર ૮૪૦૦ જન પહોળા છે. ઉપર ચડતાં નંદન વનમાં ૯૨૫૦ જન, સોમનસ વનમાં ૩૮૦૦ એજન અને શિખર પર ૧૦૦૦ જન પહોળા છે.
પૂર્વ ધાતકીખંડના મધ્યમાં “વિજય” નામને અને પશ્ચિમ ધાતકીખંડના મધ્યમાં અચલ નામનો મેરુ છે. સમ ભૂમિ પર ભદ્રશાલ વન છે. ત્યાંથી નંદનવન પ૦૦ યોજન ઊંચું છે અને સોમનસ વન ૫૫૦ એજન ઊંચું છે અને ત્યાંથી ૨૮૦૦૦ જન ઊંચું પંડગ વન છે. ત્યાં ધાતકીખંડમાં ઉત્પન્ન થતા તીર્થકરોને જન્માભિષેક થાય છે. જમ્બુદ્વીપમાં કહ્યા પ્રમાણે પણ તેથી બમણું સંખ્યામાં ક્ષેત્ર, પર્વત, દ્રહ, નદી, મહાવિહેર ક્ષેત્ર, આદિ બધા પદાર્થો છે, તે શાશ્વત છે. ધાતકીખંડની ચોતરફ “પદ્મવદિકા” છે.
* પૂર્વમાં ગોથુભ પર્વત, દક્ષિણમાં ઉદકભાસ પર્વત, પશ્ચિમમાં શંખ પર્વત, ઉત્તરમાં દકસીમ પર્વત. એ ચાર પર્વત પર રહેવાવાળા દેવને વેલ ધર નાગરાજા કહે છે. અને ઈશાન ખૂણામાં કર્ણાટક પર્વત, અગ્નિ ખૂણામાં વિદ્યુતપ્રભ પર્વત, નૈઋત્ય ખૂણામાં કેલાસ પર્વત, વાયવ્ય ખૂણામા અરૂણપ્રભ પર્વત છે. એ ચાર પર્વત પર રહેનારા દેવોને અણુવેલંધર નાગરાજા કહે છે.