________________
પ્રકરણ ૨ જું : સિદ્ધ
૯૫ જેવાં શ્વેત ચળકતાં હોય છે. તેની મધ્યમાં “શબ્દપાતિક વૈતાદ્ય જેવો જ “વિકટપાતિક” નામે વૃત્ત વૈતાઢય પર્વત છે.
મેરુની દક્ષિણે અને હૈમવય ક્ષેત્રની પાસે ઉત્તરમાં ૨૦૦ જન ઊંચે, ૫. યોજન જમીનમાં, પૂર્વ પશ્ચિમ ૫૩૯૩ યોજન લાંબે, ઉત્તર દક્ષિણ ૪૨૧૦૨ યજન પહોળે “મહામવંત પર્વત પીળા સુવર્ણન છે. તે ઉપર પાંચસો પાંચસો યોજનના ઊંચા ૮ ફૂટ છે. અને તેની મધ્યમાં ૨૦૦૦ એજન લાંબો, ૧૦૦૦ યજન પહેબે અને ૧૦
જન ઊંડો મહાપ નામે દ્રહ છે. તેમાં રત્નમય કમળ પર “હીં” દેવી સપરિવાર રહે છે.
આ દ્રહમાંથી બે નદીઓ નીકળી છેઃ ૧. “રોહિતંસા” નદી તે દક્ષિણ તરફ હેમવય ક્ષેત્રની મધ્યમાં થઈ ૨૮૦૦૦ નદીઓના પરિવાર સહિત પૂર્વના લવણ સમુદ્રમાં જઈ મળે છે, અને ૨. “હરિમંતા” નદી તે ઉત્તર તરફ હરિવાસ ક્ષેત્રની મધ્યમાં થઈ પ૬૦૦૦ નદીઓના પરિવારથી પશ્ચિમના લવણ સમુદ્રમાં મળે છે.
મેર પર્વતની ઉત્તરમાં હૈરણ્યવય” ક્ષેત્રની પાસે મહાહિમવંત પર્વતના જે જ “રૂપી પર્વત રૂપાને છે. તેની મધ્યમાં “મહાપદ્મદ્રહના જેવો જ “મહાપુંડરિક કહ છે. તેમાં રત્નમય કમળ પર “બુદ્ધિ દેવી સપરિવાર રહે છે. આમાંથી બે નદીઓ નીકળી છે. ૧. “રૂપકળા” નદી ઉત્તર તરફ હૈરણ્યવંત ક્ષેત્રની મધ્યમાં થઈ ર૮૦૦૦ નદીના પરિવારથી પશ્ચિમના લવણ સમુદ્રમાં મળી છે અને ૨. નરકંતા” નદી દક્ષિણ તરફ રમ્યકવાસ ક્ષેત્રની મધ્યમાં થઈ પ૬૦૦૦ નદીના પરિવારથી પૂર્વને લવણ સમુદ્રમાં મળી છે.
મેરુ પર્વતની દક્ષિણ દિશામાં મહાહમવંત પર્વતની ઉત્તર તરફ પૂર્વ પશ્ચિમ ૭૩ઘૂજન લાંબું અને ઉત્તર દક્ષિણ ૮૪૨૧૨ યોજના પહોળું “હરિયાસ” ક્ષેત્ર છે. એમાંનાં યુગલ મનુષ્યનાં શરીર પન્ના જેવાં લીલાં ચળકતાં હોય છે. અહીં સર્વદા બીજા આરાના જેવી રચના હોય છે. તેના મધ્યમાં વિકટપાતિક વૃત્ત વૈતાઢય પર્વત છે.”