________________
પ્રકરણ ૨ જું: સિદ્ધ ખાઈ જાય છે, મૃતક મનુષ્યની ખોપરીમાં પાણી લાવીને પીએ છે. અને એ મચ્છાદિકનાં હાડ, ચામ, વગેરેનું ભક્ષણ કરીને જાનવરો જીવનનિર્વાહ કરે છે. છઠ્ઠા આરાના મનુષ્ય દીન, હીન, દુર્બળ, દુર્ગન્ધી, રેગીષ્ટ, નગ્ન, આચાર–વિચાર–રહિત અને માતા, બહેન, પુત્રી, આદિની સાથે ગમન કરવાવાળા હોય છે. છ વર્ષની સ્ત્રી છોકરાં જણે છે. કુતરી કે ભૂંડણની. પેઠે ઘણાં બાળકોને જન્મ આપનારી અને મહાકલેશી હોય છે. ધર્મ કે પુણ્યરહિત અને કેવળ દુઃખમાં જ આયુષ્ય પૂર્ણ કરી તેઓ નરક કે તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે.
આ દસ ક્રોડાકોડ સાગરોપમ પ્રમાણ અવસર્પિણી કાળનું વર્ણન સમાપ્ત થયું.
ઉત્સર્પિણી કાળનું વર્ણન ૧. ઉત્સર્પિણી કાળને “ દુઃખમ દુખમ” નામનો ૨૧૦૦૦ વર્ષ પહેલે આરો અષાઢ વદિ ૧ ના દિવસે બેસે છે. તે અવસર્પિણ કાળના છઠ્ઠા આરા સમાન જાણવો. ફરક એટલે કે, આ આરામાં પ્રતિસમય આયુષ્ય, દેહમાન આદિની ક્રમશઃ વૃદ્ધિ થતી. જાય છે.
૨. પછી ઉત્સર્પિણી કાળને “દુઃખમ” નામને ૨૧૦૦૦ વર્ષને, બીજો આરે, તે પણ અષાઢ વદિ ૧ ના દિવસે બેસે છે. ત્યારે ભરતક્ષેત્રમાં સર્વત્ર પાંચ પ્રકારની વૃષ્ટિ થાય છે.
૧. આકાશ મેઘથી આચ્છાદિત થઈ વિજળી અને ગર્જના સાથે. “પુષ્કર” નામને વરસાદ સાત અહોરાત્રિ પર્યત સતત વરસે છે, તેથી ધરતીની ઉષ્ણતા દૂર થાય છે.
૨. પછી “ક્ષીર” નામનો દૂધ જેવો વરસાદ સાત અહોરાત્રિ વરસે છે. તેથી સઘળી દુર્ગધ દૂર થાય છે. પછી સાત દિવસ વરસાદ બંધ રહે છે. *
વચ્ચે બે સપ્તાહ વૃષ્ટિ બંધ રહેવાનું લખ્યું છે તે ગ્રંથકાર કહે છે.