________________
જૈન તત્વ પ્રકાશ એ પાંચ સિવાયના બધા પર્વત, કિલા, મહેલ, ઘર ફૂટી–તૂટીને જમીનદોસ્ત થઈ જશે.... પહેલે પહેરે જૈન ધર્મ વિચ્છેદ થશે, બીજે પહોરે ૩૬૩ પાખંડીના મત વિચ્છેદ થશે, ત્રીજે પહોરે રાજનીતિ. અને ચોથે પહોરે બાદર અગ્નિકાય વિચ્છેદ થશે.
૬. ઉપર પ્રમાણે પાંચમે આરે પૂર્ણ થાય છે. અને ૨૧૦૦૦ વર્ષને “દુઃખમ–દુઃખમ” નામને છ આરે બેસે છે. આ સમયે. ભરતક્ષેત્રના અધિષ્ઠિત દેવ પાંચમે આરે નાશ પામતાં મનુષ્યમાંથી બીજરૂપે કેટલાંક મનુષ્યોને ઉઠાવી ગંગા અને સિંધુ નદીના બિલમાં મૂકી દે છે. વૈતાઢય પર્વતથી ઉત્તર અને દક્ષિણે ગંગા અને સિંધુ નદીના સામસામા કિનારા પર આ બિલે છે. તેની કુલ સંખ્યા ૭૨ છે. અને એકેક બિલમાં ત્રણ ત્રણ માળ હોય છે. તેમાં મનુષ્યને મૂકી આવે છે, પાંચમા આરાની અપેક્ષાએ છઠ્ઠા આરામાં વદિ પુદગલ પર્યાયની ઉત્તમતામાં અનંતગુણી હાનિ થાય છે. ક્રમશઃ ઘટતાં ઘટતાં ૨૦ વર્ષનું આયુષ્ય, ૧ હાથનું દેહમાન અને આઠ પાંસળી રહે છે. આહારની ઈચ્છા અમર્યાદિત હોય છે. ગમે તેટલું ખાય તે પણ તૃપ્તિ થતી નથી. છઠ્ઠી આરામાં દિવસનો તાપ અને રાત્રિની ઠંડી અતિ પ્રબલ હોવાથી મનુષ્ય બિલની બહાર નીકળી શકતાં નથી, પરંતુ સવાર સાંજ બે ઘડી બહાર નીકળે છે. ગંગા–સિંધુ નદી સર્પાકારે વાંકીચૂંકી ગતિએ વહેતી હોય છે. ગાડાના પિડાંના બે ચીલા વચ્ચે અંતર રહે તેટલો પહોળ અને પૈડાની ધરી ડૂબે તેટલે ઊંડે એ નદીને પ્રવાહ રહે છે. તેમાં મચ્છ, કચ્છ ઘણું હોય છે. તેમને તે બિલવાસી મનુષ્યો પકડીને નદીની રેતીમાં દાટી દઈ બિલમાં નાસી જાય છે. તે મચ્છ-કરછ ઉગ્ર તાપ અને સખ્ત ઠંડીના ચગે બફાઈ જાય છે. પછી જ્યારે બીજી વાર તે મનુષ્યો બહાર આવે છે ત્યારે રેતીમાંથી તે મચ્છકચ્છ બહાર કાઢી લે છે, તેના ઉપર બધા એકસામટા તૂટી પડે છે, અને એકબીજા કાનેથી ઝુંટવીને - ૪ દિગમ્બર ગ્રંથમાં અવસર્પિણી કાળ પલટતી વખતે સાત દિવસની વૃષ્ટિ થાય છે, તે વૃષ્ટિના નામ આ પ્રમાણે છેઃ ૧. પવન ૨, શીત, ૩. ક્ષારજળ, ૪. ઝેર, ૫. વજન ૬. વાલુજ અને, ધુમ્રવૃષ્ટિ