________________
જૈન તત્વ પ્રકાશ
૩. શ્રુત નામના ઘી જેવા વરસાદ સાત અહારાત્રિ વરસે છે. તેથી પૃથ્વીમાં સ્નિગ્ધતા (ચીકણાઇ) આવે છે.
ર
૪. પછી ‘અમૃત' નામના અમૃત જેવા વરસાદ સાત દિવસરાત વરસવાથી ૨૪ પ્રકારનાં ધાન્ય વગેરે સવ વનસ્પતિના અંકુરા જમીન માંથી ઊગી નીકળે છે. પછી ૭ દિવસ વરસાદ બંધ રહે છે.
૫. ‘રસ' નામને શેરડીના રસ જેવા આ વરસાદ ૭ અહૈારાત્રિ વરસે છે. આથી ઉક્ત વનસ્પતિમાં પાંચે રસની ઉત્પત્તિ થવા પામે છે. તે વખતે તે ખિલવાસી મનુષ્યેા લીલાલહેર દેખી આશ્ચર્ય ચકિત થઈ બહાર આવે છે. પાંદડાંના હાલવાથી પુન: ડરીને ખિલમાં પેસી જાય છે. અંદર દુગ ́ધથી ગભરાઈ ને વળી બહાર આવે છે. પછી નીડર બની વૃક્ષેાની પાસે આવે છે અને ફળફળાદિના આહાર કરે છે. આ ખારાક તેમને અતિ સ્વાદિષ્ટ લાગવાથી માંસાહારના પરિત્યાગ કરે છે અને કેટલાંક મનુષ્યા મળીને એવા ઠરાવ કરે છે કે, ‘હવે પછી જે માંસાહાર કરે તેના પડછાયા પણ ન લેવા. ’ એ પ્રમાણે જાતિવિભાગ થઈ જાય છે. અને બધા રીતરિવાજ પાંચમા આરા (વર્તમાનકાળ) જેવા થઈ જાય છે.
૩. પછી ‘દુ:ખમ સુખમ' નામે ત્રીજો આરા બેસે છે. તે એક ક્રોડાકોડ સાગરમાં ૪૨૦૦૦ વર્ષ ઊણા જાણવા, તે અવસર્પિણી કાળના ચાથા આરા સરખા જાણુવે. આ આરા બેઠા પછી ૩ વર્ષ અને દ્વા મહિના વીત્યા બાદ પ્રથમ તીર્થંકરના જન્મ થાય છે. આમ, પ્રથમ પ્રકરણમાં કહ્યા પ્રમાણેના આંતરે અનુક્રમે આ આરામાં ૨૩ તીથ કર, ૧૧ ચક્રવતી, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ પ્રમુખ થાય છે. વર્ણાદિ શુભ પર્યાયેાની નિાદિન વૃદ્ધિ થતી રહે છે.
-પાંચ સપ્તાહ વરસાદના અને બે સપ્તાહ ખુલ્લા મળી ૭ સપ્તાહના ૭×૭=૪૯ દિવસ અષાઢ વદ ૧ થી ભાદરવા સુદ ૫ સુધી થાય છે. વ્યવહારમાં તે દિવસે જ સ ંવત્સરને આરભ યતા હોવાથી અષાઢી પુર્ણિમા પછી ૪૯-૫૦ બે દિવસે સંવત્સરી મહાપર્વની આરાધના થાય છે. આપ્રમાણે સંવત્સરી પર્વ પશુ અનાદિથી છે અને અન તકાળ પર્યંત રહેશે.