________________
પ્રકરણ ૨ જું ; સિદ્ધ
' ચક્રવતી મહારાજની રિદ્ધિ સાત એકેન્દ્રિય (પૃથ્વીકાય) રત્ન–૧. ચક્રરત્ન-સેનાની આગળ આગળ આકાશમાં ગડગડાટ શબ્દ કરતું ચાલે છે. છ ખંડ જીતવાને રસ્તો બતાવે છે.
૨. “છત્રરત્ન” સેના ઉપર ૧૨ યેાજન લાંબું અને ૯ જન પહેળું છત્રરૂપ બની જાય છે. અને ઠંડી, તાપ, વાયુ વગેરેથી રક્ષા કરે છે.
. “દંડર” વિષમ સ્થાનને સમ કરી રસ્તે સાફ સડક જેવો કરી દે છે. અને વૈતાઢય પર્વતની અને ગુફાનાં દ્વાર ખુલ્લાં કરે છે. (આ ત્રણેય રત્ન ચાર ચાર હાથ લાંબાં હોય છે.)
૪. “ખગરત્ન” પ૦ આગળ લાંબું, ૧૬ આંગળ પહોળું, અર્થે આંગળ જાડું, અતિ તીણ ધારવાળું હોય છે અને હજારો ગાઉ દૂર રહેતા શત્રુનું પણ માથું છેદી નાંખે છે. ( આ ચારેય રતન આયુધશાળામાં ઉત્પન્ન થાય છે;
પ. “મણિરત્ન” ચાર આંગળ લાંબું અને બે આંગળ પહોળું હોય છે. તેને ઊંચે મૂકવાથી ચંદ્રમાની જેમ ૧૨ જન પ્રકાશ કરે છે. અને હાથીના મસ્તકે બાંધવાથી સ્વારને કેઈ પણ પ્રકારની બીક રહેતી નથી.
૬. “કાંગણીરત્ન”છએ બાજુથી ચાર ચાર આંગળ લાંબું પહોળું, સોનીની એરણ સમાન ૬ તળિયા, ૮ ખૂણા અને ૧૨ હાંસિયાવાળું અને વજનમાં ૮ સેનિયા જેટલું ભારે હોય છે. એનાથી વૈતાઢય પર્વતની અને ગુફાઓમાં એક એક યજનના આંતરે ૫૦૦ ધનુષ્યનાં ગળાકાર ૪૯ મંડળ કરે છે. તેનો ચંદ્રમા સમાન પ્રકાશ જ્યાં સુધી ચક્રવતી જીવતા રહે ત્યાં સુધી રહે છે. -