________________
જૈન તત્વ પ્રકાશ ૭. “ચર્મરત્ન” બે હાથનું લાંબું હોય છે, ૧૨ જન લાંબી અને જન પહેળીનાવ (હોડી) રૂપ થઈ જાય છે. તેમાં ચક્રવતીની સેના સ્વાર થઈ ગંગાસિંધુ જેવી મહા નદીઓથી પાર થઈ જાય છે. (આ ત્રણેય રત્ન લક્ષમીભંડારમાં ઉત્પન્ન થાય છે.)
સાત પંચેન્દ્રિય રત્ન-૧ સેનાપતિન-વચલા બન્ને ખંડ તે ચકવતી જીતે છે અને ચારે ખૂણાના ચારે ખંડ સેનાપતિ જીતે છે. વૈતાઢય પર્વતની ગુફાનાં દ્વાર દંડ પ્રહારથી લે છે અને સ્વેચ્છનો પરાજય કરે છે.
૨. “ગાથાપતિ, ચર્મરત્નને પૃથ્વીના આકારે બનાવી તેના ઉપર ૨૪ પ્રકારનું ધાન્ય અને બધી જાતના મેવા, મસાલા, શાકભાજી, વગેરે દિવસના પ્રથમ પહોરમાં વાવે છે. તે બીજા પહોરમાં પાકી જાય છે. અને ત્રીજા પહોરમાં તૈયાર કરી ચક્રવતીને ખવરાવી દે છે.
૩. “બઢાઈ (સુથાર) રત્ન” મુહૂર્ત માત્રમાં ૧૨ યોજન લાંબા અને ૯ એજન પહોળા, ૪ર માળના મહેલે, પષધશાળા, રથ શાળા, પાકશાળા, બજાર, વગેરે બધી સામગ્રીથી પરિપૂર્ણ નગર વસાવી દે છે. જેમાં માર્ગે જતા ચકવતી સપરિવાર નિવાસ કરે છે.
૪. “પુરોહિતરત્ન” શુભ મુહૂર્ત બતાવે છે. હાથરેખા વગેરે (સામુદ્રિક) વ્યંજન (તલ, મસ વગેરે) સ્વપ્ન, અંગનું ફરકવું, વિગેરેનાં ફળ કહે છે. શાંતિપાઠ કરે છે, જપ કરે છે. (આ ચારે રત્ન ચકવતીના નગરમાં હોય છે.)
પ. સ્ત્રીરત્ન-(શ્રીદેવી)-વૈતાદ્ય પર્વતની ઉત્તરની શ્રેણીના માલિક વિદ્યાધરની પુત્રી હોય છે. મહારૂપવતી અને સદા કુમારિકા જેમ યુવતી રહે છે. એનું દેહમાન ચક્રવતીથી ચાર આંગળ ઓછું હોય છે. એ પુત્ર પ્રસવ કરતી નથી, પણ કઈ વખતે મુક્તાફલ પ્રસરે છે.