________________
જૈન તત્વ પ્રકાશ ૯ મહાનિધિ પેટીની જેમ ૧૨ રોજન લાંબી, ૯ જન પહોળી, ૮
જન ઊંચી, ૮ પૈડાંવાળી, જ્યાં સમુદ્રની સાથે ગંગા નદી મળી છે ત્યાં રહે છે. જ્યારે ચક્રવર્તી અઠમ તપ કરીને તેનું આરાધન કરે છે ત્યારે ત્યાંથી નીકળી ચક્રવતીના પગમાં નીચે આવીને રહે છે. એમાંથી દ્રવ્યમય વસ્તુ તે સાક્ષાત્ નીકળે છે અને કર્મરૂપ (કાર્ય કરવારૂપ) વસ્તુને બતાવતી વિધિઓનાં પુસ્તક નીકળે છે, જેને વાંચીને ઈષ્ટ અર્થની સિદ્ધિ કરી શકાય છે. ચક્રવતીનું આયુષ્ય પૂર્ણ થયા બાદ બધાં સાધને પોતપોતાને સ્થાને ચાલ્યાં જાય છે. (વધુ વિગત માટે જુઓ સ્થાનાંગ સૂત્ર ભાગ ૫, પાનું ૨૫૨) = એ ૧૪ રત્ન અને ૯ નિધિ માટે એક હજાર દેવતા નિયુક્ત હોય છે. તે દેવો જ આ બધું કાર્ય કરે છે.
ચકવતી મહારાજની રિદ્ધિ નીચે મુજબની હોય છે. ૨૦૦૦ બે હજાર આત્મરક્ષક દેવો. ૩૨૦૦૦ બત્રીસ હજાર દેશના A બત્રીસ હજાર મુકુટબંધ
રાજાએ તેમના સેવક હોય છે. ૬૪૦૦૦ ચોસઠ હજાર રાણીઓ હોય છે. B.
A. પુરુષ ૨૮. સ્ત્રીઓ ૩૨, એમ ૬૦ મનુષ્યનું એક ફળ, એમ ૧૦૦૦૦ કલન એક ગામ, ૩૦૦૦૦ ગામને એક દેશ હોય છે. ૫. અનાર્ય એક એક ખંડમાં એવા એવા ૫૩૩૬ દેશ છે અને મધ્યના આર્ય ખંડમાં પ૩૨૦ દેશ હોય છે. એમ બધા મળી ૩ર૦૦૦ દેશમાં ૩૧૯૭૪ દેશ તે અનાર્ય હેય છે. અને ફક્ત ૨પા દેશ આર્ય હોય છે.
B. કેટલાએક ૧૯૨૦૦૦ સ્ત્રીઓ હેવાનું કહે છે અને એમ બતાવે છે કે એક રાજ્યકન્યા સાથે એક પ્રધાનની પુત્રી અને એક પુરોહિત પુત્રીની આવે છે. એ હિસાબે ૪૦૦૦ રાણીઓ હોય તે ૬૪૦૦૦૪૩ = ૧૯૨૦૦૦ સ્ત્રીઓ થાય છે. શ્રી જંબુદીપ પ્રાપ્તિ” સૂત્ર પાનું ૨૩૪ માં લખ્યું છે કે–ચક્રીને ૩૨૦૦૦ બત્રીસ હજાર) ઋતુ કલ્યાણિકા અને ૩૨,૦૦૦ જનપદ કલ્યાણિકા હોય છે. જેને સ્પર્શ ઉષ્ણુ ઋતુમાં શીતલ લાગે અને શીત ઋતુમાં ઉષ્ણુ લાગે અને છએ ઋતુમાં સુખદાયી હેય એવી ૩૨૦૦૦ સ્ત્રીઓ અને જે બધા દેશની સ્ત્રીઓમાં અતિ ઉત્તમ હોય એવી બીજી ૩૨૦૦૦ સ્ત્રીઓ (પૂજ્યશ્રી અમલખ હષિજી કૃત-અંતકૃત) *