________________
પ્રકરણ ૨ જુ સિદ્ધ
૬. અધરન (કમળાપત્ર ઘોડે)–પૂંછડીથી મુખ સુધી ૧૦૮ આગળ લાંબા, ખુરથી કાન સુધી ૮૦ આંગળ ઊંચે, ક્ષણભરમાં ધારેલા સ્થાને પહોંચાડનારો, ભારતમાં વિજય પ્રદાન કરનાર હોય છે.'
૭. “ગજરન” (હાથી) ચક્રવતીથી બમણે ઊંચે હોય છે. મહા સૌભાગ્યશીલ, કાર્યદક્ષ અને અતિ સુંદર હોય છે. (આ ઘડે અને હાથી બને વૈતાઢય પર્વતના મૂળમાં ઉત્પન્ન થાય છે. આ બધાં રત્નો ચકવત મહારાજાનાં હોય છે.)
નવનિધિ–૧. સર્ગનિધિથી ગ્રામાદિ વસાવવાની, સેનાને પડાવ નાખવાની સામગ્રી અને વિધિ પ્રાપ્ત થાય છે.
૨. “પંડૂકનિધિથી ધન અને ફળ વગેરે મળે છે. ૩. પિંગલનિધિથી મનુષ્ય-પશુનાં આભૂષણોની પ્રાપ્તિ થાય છે.
૪. સવ “યણનિધિથી ચક્રવતનાં ૧૪ રત્ન તથા સર્વે જાતનાં રત્ન, ઝવેરાતની પ્રાપ્તિ થાય છે.
પ. “મહાપદ્યનિધિથી બધી જાતનાં વસ્ત્રોની તથા વસ્ત્રોને રંગવાદેવાની વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.
દ. “કાલનિધિથી અષ્ટાંગ નિમિત્તનાં ઈતિહાસનાં તથા કુંભકારાદિ કર્મના શિલ્પશાસ્ત્રની પ્રાપ્તિ થાય છે.
૭. “મહાકાલનિધિથી સેનું વગેરે બધી જાતની ધાતુનાં વાસણ તથા રોકડા ધનની પ્રાપ્તિ થાય છે.
૮. “માણવડ મહાનિધિ થી બધી જાતનાં અસ્ત્રશસ્ત્ર વગેરેની પ્રાપ્તિ થાય છે.
૯ “શખનિધિથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષનાં સાધન બતાવનાર શાસ્ત્રની તથા પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, સંકીર્ણ, ગદ્યપદ્યમય શાસ્ત્રની તથા બધી જાતનાં વાજિંત્રેની પ્રાપ્તિ થાય છે. આ