________________
+ ૧૭૮
જૈન તત્વ પ્રકાશ કરીને) આજીવિકા કરવાની જરૂર ન હોવાથી આ અકર્મ ભૂમિકહેવાય છે અને જેડારૂપે ઉત્પન્ન થવાથી અને જેડારૂપે રહેવાથી આ “જુગલિયા કહેવાય છે.
પછી ત્રીજા આરાના જ્યારે ૮૪ લાખ પૂર્વ ૩ વર્ષ અને ૮ માસ બાકી રહે છે ત્યારે પહેલાં અયોધ્યા નગરના સ્થાને ૧૫ મા કુલકરથી પહેલા તીર્થકર ઉત્પન્ન થાય છે. કાળના પ્રભાવે જ્યારે કલ્પવૃક્ષોથી કઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી ત્યારે સુધાથી પીડિત મનુષ્યને વ્યાકુળ થતાં જોઈ કોઈ તીર્થકર ભગવાન તેમના ઉપર દયા લાવી સ્વભાવથી ઉત્પન્ન થયેલાં ૨૪ પ્રકારનાં ધાન્ય મેવા વગેરે તે મનુષ્યોને બતાવે છે.
કાચું ધાન ખાવાથી તેમનું પેટ દુઃખે છે એમ જાણીને અરણી કાણથી અગ્નિ ઉત્પન્ન કરી તેમાં શેકવાનું કહે છે. ભેળાં મનુષ્યો અગ્નિથી ધાન્ય બળતું જોઈને કહે છે કે તેનું જ પેટ નથી ભરાતું તે તે અમને શું આપશે? ત્યારે તીર્થકર પહેલાં કુંભારની સ્થાપના કરી વાસણ બનાવતાં શીખવે છે. પછી ૪ કુલ A અને ૧૮ શ્રેણB અને ૧૮ પ્રશ્રેણી C. એમ ૩૬ જાતિઓ સ્થપાય છે. પુરુષની ૭૨ કલા D ૧૮
A. ચાર કુળ–૧. કોટવાલ ન્યાયાધીશ વગેરેનું “ઉગ્રકુળ” ૨. “ગુરૂરથાની ઉચ્ચ પુરૂષોનું” ભગ કુળ ૩. મંત્રીઓનું રાજકુળ ૪. પ્રજાનું ક્ષત્રિય કુળ.
B. C. ક્ષત્રિય કુળની ૧૮ શ્રેણી અને ૧૮ પ્રશ્રેણી એમ ૩૬ જાતિ:
૧. કુંભકાર (કુંભાર) ૨. માળી ૩ ખેડુત ૪. વણુટકામ કરનાર ૫ ચિત્રકાર ૬. ચૂડીગર ૭, દરજી ૮. વેપારી ૯. તંબોલી ૧૦ ખત્રી ૧૧. ગોવાળી આ ૧૨. સુથાર ૧૩. તેલી ઘાંચી ૧૪. બી ૧૫. કંઈ ૧. હજામ ૧૦. કહાર ૧૮. બંધાર ૧૯. સીસગર ૨૦ સંગૃહીં ૨૧ કાછી ૨૨. કુંદીગર ૨૩. કાગદી ૨૪ રબારી ૨૫ ઠઠેરી ૨૬. પટેલ ૨૭. કડિયા ૨૮. ભાડભુજ ૨૯. સેની ૩૦. ચમાર ૩૧. ચુનારા ૩૨. માછી ૩૩. ગિરા ૩૪ સિકલગર ૩૫. કંસારા ૩૬. વાણિયા.
પ્ર. પુરૂષની ૭૨ કલા– ૧. લેખન ૨. ગણિત ૩. રૂપ બદલવાં ૪ નૃત્ય (નાચ) ૫. સંગીત ૬. તાલ ૭. વાજિંત્ર ૮. બંસરી ૯. નરલક્ષણ ૧૦. નારીલક્ષણ ૧૧. ગજલક્ષણ ૧૨. અશ્વલક્ષણ ૧૩. દંડ લક્ષણ ૧૪. રત્નપરીક્ષા ૧૫ ધાતુર્વાદ ૧૬, મંત્રવાદ ૧૭. કવિત્વ ૧૮. તકશાસ્ત્ર ૧૯. નીતિશાસ્ત્ર ૨૦. ધર્મશાસ્ત્ર ૧. જોતિષશાસ્ત્ર ૨૨. વૈદકશાસ્ત્ર ૨૩. ષટભાષા ૨૪. ગાભ્યાસ ૨૫. રસાયન.