________________
૧૭૬
જેન તત્વ પ્રકાશ
પ્રથમ આરાનાં સ્ત્રી પુરૂષના આયુષ્યના ૬ મહિના બાકી રહે છે, ત્યારે યુગલણ એક પુત્રપુત્રીના જોડાને પ્રસવ કરે છે તે બાળક, બાળિકાનું ૪૯ દિવસ સુધી પાલનપોષણ થયા બાદ પોતે હોશિયાર અને સ્વાવલંબી થઈ સુખે પગને અનુભવ કરતાં વિચરે છે. તેમનાં માતાપિતા એક ને છીંક આવતાં જ અને બીજાને બગાસું આવતાં જ મૃત્યુ પામી દેવગતિમાં જ જાય છે. ક્ષેત્રાધિષ્ઠિત દેવ તે યુગલના મૃતક શરીરને ક્ષીર સમુદ્રમાં ફેંકી દે છે.
૨. આ પ્રમાણે પ્રથમ આરાની પૂર્ણતા થતાં જ ત્રણ ક્રોડાકોડી સાગરોપમને સુખમ ‘(કેવલ સુખી” નામક બીજા આરાનો આરંભ થાય છે. તે વખતે પહેલાં કરતાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શની ઉત્તમતામાં અનંતગણુ હીનતા થાય છે. આયુષ્ય પણ અનુક્રમે ઘટતાં ઘટતાં ૨ પલ્યોપમનું અને દેહપ્રમાણ બે ગાઉનું થઈ જાય છે. પાંસળીઓ પણ ૧૨૮ રહી જાય છે. આહારની ૨-૨ દિવસે ઈચ્છા થયા કરે છે, ત્યારે ફળફૂલ કે માટી વગેરેને આહાર લે છે. અને માટીને સ્વાદ ખાંડ જેવો જ રહી જાય છે. મૃત્યુને ૬ માસ બાકી રહે છે ત્યારે યુગલણ એક પુત્રપુત્રીને પ્રસરે છે. ૬૪ દિવસ સુધી તેમની પ્રતિપાલના થયા બાદ તેઓ સ્વાવલંબી થઈ સુખોપભોગ કરતાં વિચરે છે. બાકી બધું પહેલા આરા માફક જાણવું.
૩. એમ બીજો આરો પૂર્ણ થતાં જ બે કોડાકોડી સાગરોપમને ત્રિીજો “સુખ દુઃખમ (સુખ ઘણું, દુઃખ થોડું) નામને આરો શરૂ થાય છે ત્યારે પહેલાંથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેની ઉત્તમતામાં અનંતગણુ ન્યૂનતા થાય છે. અનુક્રમે ઘટતાં ઘટતાં દેહપ્રમાણ એક ગાઉનું અને આયુષ્ય એક પોપમનું રહી જાય છે. ૬૪પાંસળીઓ * * જ્યારે યુગલના આયુષ્યના ૧૫ માસ બાકી રહે છે ત્યારે યુગલણી ઋતુને પ્રાપ્ત કરે છે. ત્યારે યુગલને વેદ મેહનીય કર્મોદય તીવ્ર હોવાથી તેઓને સંબંધ થાય છે. અને સ્ત્રી ગર્ભધારણ કરે છે.
૪ યુગલનું જેટલું આયુષ્ય મનુષ્ય ગતિમાં હોય છે તેટલું અથવા એથી શિડુંક ઓછું આયુષ્ય દેવગતિમાં પામે છે.