________________
૭૩
પ્રકરણ ૨ જુ: સિદ્ધ ૪૫૦૦૦ યોજન દક્ષિણ દિશામાં, વિજયદ્વારની અંદર “ભરત” નામનું ક્ષેત્ર છે. તે વિજયદ્વારથી ચૂલહિમવંત પર્વત સુધી સીધું પરપ, પહોળું છે. આ ભરતક્ષેત્રના મધ્યમાં ૧૦,૭૨૦ ૧૮ જન (૧૨ કલા +) ની જહુવાવાળો, ઉત્તર દક્ષિણમાં ૫૦ એજન પહેળો, રપ યોજન ઊંચે, ભૂમિમાં ૬ જન ઊંડે રૂપાને વૈતાઢય નામનો પર્વત છે. આ પર્વતમાં ૫૦ જન લાંબી (આરપાર) ૧૨ જન પહોળી અને ૮
જન ઊંચી મહા અંધકારથી વ્યાપ્ત બે ગુફા છે. એક તે પૂર્વમાં ખંડપ્રપાત ગુફા અને બીજી પશ્ચિમમાં તમસ ગુફા. આ ગુફાની મધ્યમાં ભીંતમાંથી નીકળેલી અને ૩-૩ યોજન દૂર જઈને ગંગા અને સિંધુ નદીમાં જઈ મળનારી ઉમગ જલા અને બીજી નિમગ જલા છે નામની બે નદીઓ છે.
પૃથ્વીથી ૧૦ જન ઉપર વૈતાઢય પર્વત ઉપર ૧૦ એજન પહોળી અને વૈતાઢય પર્વત જેટલી લાંબી બે વિદ્યાધર શ્રેણું છે. * દક્ષિણની શ્રેણીમાં ગગન વલ્લભ વગેરે ૫૦ નગરો છે અને ઉત્તરની શ્રેણીમાં રથનુપુર ચક્રવાલ પ્રમુખ ૬૦ નગર છે. જેમાં રોહિણી, પ્રજ્ઞપ્તિ, ગગનગામિની વગેરે હજાર વિદ્યાઓને સિદ્ધ કરનારા વિદ્યાધરે (મનુષ્ય) રહે છે. ત્યાંથી ૧૦ જન ઉપર એવા પ્રકારની બીજી પણ બે અભિયોગી દેવોની શ્રેણી છે.
ત્યાં પહેલા દેવલોકના શકેન્દ્રજીના દ્વારપાલ પૂર્વ દિશાના માલિક સેમ મહારાજ', દક્ષિણ દિશાના માલિક “યમ મહારાજ, પશ્ચિમ દિશાના “વરુણ મહારાજ' અને ઉત્તર દિશાના માલિક વૈશ્રમણ મહારાજના આજ્ઞાધારક (૧) અન્નરરક્ષક “આણભકા”(૨) પાણીના રક્ષક પાણભકા (૩) સુવર્ણ વગેરે ધાતુના રક્ષક “લયણભકા” (૪) મકાન રક્ષક “સયણજભકા” (૫) વસ્ત્રના રક્ષક “વOજભકા” () ફલ રક્ષક. ફલ
એક યોજના ૧૯ મા ભાગને એક કલા કહે છે. * ઉમગજલા નદીમાં સજીવ, નિર્જીવ કઈ પણ વસ્તુ પડી જાય તે તેને ત્રણ વખત ફેરવીને બહાર ફેંકી દે છે નિમગજલા નદીમાં પડેલી વસ્તુને ત્રણ વખત ફેરવીને પાતાલમાં બેસાડી દે છે.
* પર્વત ઉપર ફરવાની ખુલ્લી જગ્યાને શ્રેણી કહે છે.