________________
જૈન તત્વ પ્રકાશ ૪૦-૪૦ લાખ અને ઉત્તરમાં ૩૬-૩૬ લાખ ભવને છે. બીજા નાગ કુમારથી તે દસમા સ્વનિતકુમાર સુધીના દેવને નવનિકાય (નવજાતિ)ના દિ કહે છે. દક્ષિણના નવનિકાયના બધા ઈન્દ્રોને જુદા જુદા ૬-૬ હજાર સામાનિક દેવ છે. ૨૪-૨૪ ચોવીસ વીસ હજાર આત્મરક્ષક દેવ છે. પ–પ અગ્નમહિષી (ઈન્દ્રાણી)ઓ છે. અને એક–એકને ૫-૫ હજારને પરિવાર છે. સાત સાત અણિકા છે. ત્રણ ત્રણ પરિષદો છે. અત્યંતર પરિષદના ૬૦.૦૦૦ દે, મધ્ય પરિષદના ૭૦,૦૦૦ દે, બાહિર પરિષદના ૮૦,૦૦૦ દે છે.
તે જ પ્રમાણે, આત્યંતર પરિષદની ૧૭૫ દેવીઓ, મધ્ય પરિષદની ૧૫૦ દેવીઓ અને બાહિર પરિષદની ૧૨૫ દેવીઓ છે. એ નવ જાતિના દેવતાઓનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું અને ઉત્કૃષ્ટ ૧ પત્યેપમનું છે. અને દેવીનું આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષનું, ઉત્કૃષ્ટ પણ પલ્યનું છે. અને ઉત્તરના નવનિકાયના બધાય ઈન્દ્રને પણ જુદા જુદા ૬-૬ હજાર સામાનિક દેવ છે. ૨૪–૨૪ હજાર આત્મરક્ષક દેવ છે. ૫-૫ અગ્રમહિલી (ઇન્દ્રાણી) છે. એક એકને ૫-૫ હજારને પરિવાર છે. ૭ - અણિકા (સેના) છે. ૩ પરિષદો છે.
અભ્યત્તર પરિષદના ૫૦,૦૦૦ દેવો, મધ્ય પરિષદના ૬૦,૦૦૦ દે, બાહિર પરિષદના ૭૦,૦૦૦ દેવો છે. તે જ પ્રમાણે અભ્યત્ર પરિષદની ૨૨૫ દેવીઓ, મધ્ય પરિષદની ૨૦૦ દેવીઓ, બાહિર પરિષદની ૧૭૫ દેવીઓ છે.
નવેય જાતિના દેવતાઓનું આયુષ્ય જઘન્ય તે ૧૦,૦૦૦ વર્ષથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ ૨ પલ્યોપમમાં ડુંક ઓછું છે. દેવીઓનું - આયુષ્ય જઘન્ય ૧૦,૦૦૦ વર્ષથી કંઈક અધિક અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમમાં કંઈક ઓછું છે.
દસેય આંતરાનાં દક્ષિણ દિશાનાં બધાં મળીને કુલે ૪,૦૬,૦૦,૦૦૦ ભવને હોય છે અને ઉત્તર વિભાગનાં બધાં મળીને કુલ ભવન ૩,૬૬,૦૦,૦૦૦ હોય છે. એમાંથી નાનામાં નાનું ભવન તે જ બુદ્વીપ