________________
જૈન તત્વ પ્રકાશ અને તીક્ષણધાર પાણીમાં નાખી તેના શરીરને છિન્ન ભિન્ન કરે છે. સાપ, વીંછી, પશુ, પક્ષી, વગેરે પ્રાણીને મારનારાઓને યમદેવ સાપ, વીંછી, સિંહ, વગેરેનું સ્વરૂપ ધારણ કરી ચીરી નાંખે છે. તીક્ષ્ણ ઝેરીલા ડંખેથી તેમને ત્રાસ આપે છે. વૃક્ષછેદન કરનારના શરીરનું છેદન કરે છે.
માતાપિતા વગેરે વૃદ્ધ અને ગુરુજનેને સંતાપ પહોંચાડનારના શરીરનું ભાલાથી છેદન કરે છે. દગા, ચોરી કરનારાઓને ઊંચા પહાડેથી પછાડે છે.
“શ્રોતેન્દ્રિય પ્રિય” રાગ રાગિણીના અત્યન્ત શોખીનોના કાનમાં ઊકળતા સીસાને રસ નાખે છે, ચક્ષુરિન્દ્રિયના વિષયમાં આસક્ત રહેનારાઓની આંખે તીણ શૂળોથી ફેડી નાખે છે, ઘ્રાણેન્દ્રિયમાં આસક્ત રહેલા જીવોને તી બે રાઈ મરચાને ધુમાડો સુંઘાડે છે. જીભથી ચાડી, નિંદા કરનારના મોઢામાં કટાર મારે છે, એમ કેટલાએકને ઘાણીમાં પલે છે, અગ્નિમાં બાળે છે, હવામાં ઉડાડે છે, એમ પૂર્વકૃત્યો અનુસાર અનેક પ્રકારનાં મહાન્ દુખેથી દુઃખી કરે છે. તે નારકી જો આ દુખથી ગભરાઈને ઘણી જ દીનતાથી બન્ને હાથોની દસે આંગળીઓને મોઢામાં નાખી પરમાધમના પગમાં પડી પ્રાર્થના કરે છે, “હવે અમે એવાં પાપે નહિ કરીએ, અમને ન મારો, અમને ન મારો.” પણ એ કરૂણામય શબ્દોથી પરમાધમીઓને જરા ય દયા આવતી નથી. એમની પ્રાર્થના ઉપર જરાય લક્ષ્ય આપ્યા વગર તેમના કથનની મશ્કરી કરતાં તેમને વિશેષ દુર આપે છે.
અહીં બે પ્રશ્ન થાય છે કે (૧) નારકને પરમાધમી દેવ કેમ દુઃખ આપે છે? (૨) અને પરમાધમ ઓને તે પાપ લાગે છે કે નહિ?
ઉત્તર–જેમ કેટલાક નિર્દય લોક શિકાર ખેલવામાં હાથી, ગોધા, પાડા, ઘેટા, કૂતરાં વગેરેને લડાવવામાં આનંદ માને છે તેવી જ રીતે પરમાધમ દે નારકી ઓને દુઃખ દેવામાં આનંદ માને છે. અગ્નિ, પાણી, વનસ્પતિ, આદિ જીવોની જેથી ઘાત થાય તેવા અજ્ઞાન