________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
मसूराःकलायाश्चनिष्पावकाश्च महामाखशुभ्रायवाश्चामलाःस्युः। मकुष्टस्तथा चाणकोन्यः प्रदिष्टो हिमाः कङ्गुनीवाररक्ताश्च शाल्यः॥ तथा कोरदूषश्च श्यामाक एतैः कृतं चोदनं वा यवागूशृतं वा । कलिङ्गानिवास्तूकचिल्लीकपूतीपलाण्डुस्तथा गृञ्जनकन्दशाकम्॥ इमे सेवितात्यर्थमेति प्रकोपं समीरस्य चोक्तं सुरा संभवं तु । ततो यत्नतो रक्षणीयो मनुष्यैः शुभं नेहसे त्वं सदा रोगशान्तिम्॥
इति वायुप्रकोप.। વાયુ, મૂત્ર અને ઝાડ, એમને અટકાવવાથી, તેરે રસ ખાવાથી, અતિ ઠંડા પદાર્થ સેવવાથી, રાત્રે ઉજાગર કરવાથી, સ્ત્રી સંભોગ કરવાથી, દિવસે શ્રમ કરવાથી, અતિશય ખાવાથી, માર્ગમાં ચાલવાથી, અતિશ્ય બેલવાથી, અતિ ભયથી, રૂક્ષ પદાર્થો ખાવાથી, અતિ ખારા, કડવા, અને તીખા રસ ખાવાથી, હીંચકા ખાવાથી, ઘોડા-ઉંટ-ર-ગઘેડાં કે હાથી ઉપર બેસીને મુસાફરી કરવાથી, અને ઘરમાં દાદરો ચડવાથી વાયુ પ્રકોપ થાય છે. વળી જે દિવસે ટાઢ અતિશય પડતી હેય ત્યારે, વરસાદની હેલીને દિવસ હોય ત્યારે, સ્નાન કર્યા પછી, પાન કર્યા પછી, દિવસના પાછલા ભાગમાં, રાત્રીએ જાગરણ કરવામાં, ખાધેલું પચી ગયા પછી, વર્ષા ઋતુમાં અને બહુ પવન ખાવાથી વાયુ કોપ પામે છે. મસૂર, વટાણા, વાલ, અડદ, ચોખા, ધોળા જવ, મઠ, ચણા, કાંગ, નમાર, અને રાતી ડાંગરો જે ઠંડી હોય છે તે, કદરા, સામે, એ સર્વને ભાત, ખીચડી કે યવાગૂ અથવા ઓસામણ કરીને ખાધું કે પીધું હોય છે તેથી વાયુનો પ્રકોપ થાય છે. કાગડાં, વઘુઓ, ચીલની ભાજી, કરંજની ભાજી, ગળી, ગાજર, કંદશાક, એ સર્વનું સેવન કરવાથી વાયુ અતિશય કોપે છે, તેમજ મધ પીવાથી પણ વાયુ કોપે છે. માટે મનુષ્યોએ યત્ન કરીને એવા પદાર્થો થકી વાયુનું રક્ષણ કરવું અને હે પુત્ર! તું પણ જે મનુષ્યોનું શુભ ઇચ્છતા હોય અને સદા રોગની શાંતિ થાય એમ ઇચ્છતો હોય તે વાયુનું કોપ પામવાથી રક્ષણ કરવું. અર્થાત્ વાયુ જેથી કોપ પામે એવો આહાર વિહાર કરવો નહિ.
For Private and Personal Use Only