________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૦
હારીતસંહિતા.
લીધે સઘળા ઋષિએ અતિ મોટા સંકટમાં પડ્યા. તે ઋષિઓની મણે એક ઘરડો ઋષિ હતું. તેનાથી ચલાતું હતું નહિ; તેનાં અંગ સઘળાં છર્ણ થઈ ગયાં હતાં; તે હાથમાં લાકડી લઈને ચાલતો હતો; રસ્તે ચાલવાથી તે હારી ગયો હતો તેના મુખમાંથી સઘળા દાંત પડી ગયા હતા. ભૂખથી પીડાયલા તે જગોમાં રહેનારા સર્વે ઋષિઓમાં તે પ્રસિદ્ધ હતું. એ ઘરડો ઋષિ પણ ભૂખથી પીડિત થઈને પૃથ્વીમાં જે જે ફળદ્રુપ ભાગ હતા ત્યાં ત્યાં ભટકતે હતે. એમ ભટકતાં ભટકતાં કેઈકવાર પુણ્ય યોગથી સુંદર છોડવા તેના જેવામાં આવ્યા. તે છોડ લીલા શેવાળના સરખા હતા તથા તેની આસપાસ ઘણુંક લીલું ઘાસ પૃથ્વી ઉપર ઊગ્યું હતું. આ ઘરડા ઋષિ ભૂખથી પીડાયેલા હતા તેથી તેમણે તેનાં પાંદડાં છ માસ લગી ખાધાં. છ મહિના પછી તેનાં સૂકાં કાળાં ખાધાં. અને તે પછી એક મહિના લગી ઋષિએ તેના કંદ ખાધા. પછી જ્યારે સુકાળ થયો ત્યારે સર્વે હષિઓ એકઠા થયા. આ ઘરડો ઋષિ પણ જુવાન થઈને જ્યાં બધા ઋષિ હતા ત્યાં ગયો. તેને જોઈને સઘળા ઋષિએ વિસ્મય પામ્યા અને તેને પૂછવા લાગ્યા કે તમે એવો શો ઉપાય કર્યો કે જેથી ઘરડા મટીને જુવાન થયા. પણ તે ઋષિએ તેમને કઈ કહ્યું નહિ, ત્યારે સઘળાએ મળીને તેને શાપ દીધો કે “જે પદાર્થ તે ખાધો હશે તે પદાર્થ બ્રાહ્મણોને અભક્ષ્ય થાઓ તથા તે દુર્ગધવાળું અને અપવિત્ર થાઓ” એવી રીતે લસણ ઉત્પન્ન થયું છે.
લસણના ગુણ अथ वीर्यं च वक्ष्यामि रसोनस्य महामते ! । रसैः पञ्चभिः संयुक्तो रसेनाम्लेन वर्जितः॥
तेन रसोनकं नाम विख्यातं भुवनत्रये । कटूष्णवीयों लशुनो हितश्च स्निग्धो गुरुः स्वादुरसोऽथ बल्यः । वृद्धस्य मेधास्वरवर्णचक्षुर्भग्नास्थिसन्धानकरः सुतीक्ष्णः ॥ हृद्रोगजीर्णज्वरकुक्षिशूलप्रमेहहिकारुचिगुल्मशोफान्। दुर्नामकुष्ठानलमान्यजं तु समीरणश्वासकफानिहन्ति ।
૧ આ બે લેક બીજી બે પ્રતિમાં નથી.
વી. ઘ૦ ૧ ટી.
For Private and Personal Use Only