________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય થે.
૭૮૧
હે મેરી બુદ્ધિવાળા! હવે હું લસણનું વીર્ય તને કહું છું. લસણમાં મધુર, તિક્ત, કટુ, કષાય અને લવણ, એવા પાંચ રસ છે, માત્ર ખાટે રસ નથી, માટે તેનું રસેન (એક ઓછા રસવાળું) એવું નામ ત્રણ લેકમાં પ્રસિદ્ધ છે. એ લસણ તીખું અને ઉષ્ણવીવાળું છે, હિતકારક છે, સ્નિગ્ધ છે, ભારે છે, મધુર રસવાળું છે. વૃદ્ધને બળ આપનાર છે, બુદ્ધિ, સ્વર, કાંતિ અને નેત્રને હિતકારક છે, ભાગેલા હાડકાને સાંધનાર છે અને અત્યંત તીણ છે. એ લસણ હૃદયને રોગ, જીર્ણજવર, કૂખનું શૂળ, પ્રમેહ, હિકા, અરૂચિ, ગુલ્મ, સેજે, અર્શ, કોઢ, અગ્નિમાંધ, કૃમિરોગ, વાયુ, શ્વાસ અને કફ, એ રેગને મટાડે છે.
લસણના પ્રાગ, कुक्कुटाण्डनिभं ग्रीष्मे शीर्णपणे समुद्धरेत् । बध्वा पुटे सुनिर्गुप्तं धारयेत्तन्महामते! ॥ दीपानिर्दशनात्तत्तु म्रियतेथ विदीर्यते । वर्षासु शिशिरे चैव कारयेन्मात्रया युतम् ॥ रामठं जीरके द्वे च अजमोदा कटुत्रयम् । घृतसौवर्चलोपेतं वातरोगे विशेषतः॥ मातुलुङ्गरसेनापि मूलानाहे प्रकीर्तितः। दना वातादिशमनो रसोनो विहितो बुधैः ॥
जाङ्गलानि रसान्येव भोजनार्थे प्रदापयेत् ॥ ગ્રીષ્મઋતુમાં જ્યારે લસણનાં પાંદડાં ખરી જાય ત્યારે કૂતરાના અંડ જેવું લસણ બેદી લેવું અને પછી હું મેટી બુદ્ધિવાળા! તેને પડીઆમાં બાંધીને બહુ સંભાળથી રાખી મૂકવું. એ લસણને જે દીવો કે અગ્નિ દેખાડવામાં આવે છે તે મરી જાય છે કે ચીરાઈ જાય છે. વર્ષાઋતુમાં અને શિશિરઋતુમાં તેને માપ પ્રમાણે બીજાં ઔષધે સાથે મેળવીને ખાવું.
હીંગ, જીરું, શાહજીરું, અજમેદ, સુંઠ, પીપર, મરી, ઘી, અને સંચળ, એ ઔષધ સાથે લસણ વિશેષ કરીને વાયુના રોગમાં ખાવું.
For Private and Personal Use Only