________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अथ षष्ठस्थानम् । शारीरस्थानम् ।
प्रथमोऽध्यायः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરસ્થાન.
દેહની ઘટના.
आत्रेय उवाच ।
पञ्चभूतात्मकं देहं पञ्चेन्द्रियसमायुतम् । सप्तधातुगुणोपेतं दशवातात्मकं विदुः ॥ जीवो मनस्तथाकाशस्तथैव त्रिगुणात्मकः । शुक्रशोणितसम्भूतं शरीरं दोषभाजनम् । पञ्चभूतमयं चैतद् विज्ञेयं भिषजां वर ! ॥ આત્રેય કહેછે.મનુષ્યને દેહ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, એ પાંચ ભૂતથી બનેલા છે; તે શ્રોત્ર, વચા, નેત્ર, જીન્હા અને ઘ્રાણુ, એ પાંચ ઇંદ્રિયાથી યુક્ત છે. તેમાં રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, અને વીર્ય એ સાત ધાતુઓ મળેલા છે, તથા પ્રાણ, અપાન, ધ્યાન, ઉદાન, સમાન, નાગ, કૂર્મ, કૃકળ, દેવદત્ત અને ધનંજય, એવા દશ પ્રકારના વાયુ રહેલા છે વળી એ શરીરમાં જીવ, મન, આકાશ, સત્વ, રજસ અને તમસ એવા ત્રણ ગુણ રહેલા છે. તથા તે વીર્યં અને રક્તથી બનેલા છે. એવા એ દેહ, વાત, પિત્ત અને કફ્ એવા ત્રણ દોષનું અથવા રાગાદિ દોષનું પાત્ર છે. હું ઉત્તમ વૈદ્ય ! એ પ્રમાણે પંચભૂતાત્મક શરીર જાણુવું.
For Private and Personal Use Only