________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વમસ્થાન-અધ્યાય પહેલે.
૮૫
पित्तेन पीतश्च भवेदलोमा पिङ्गेक्षणाभश्च सपिङ्गकेशः। अलोमशः पीतनखप्रभः स्यात् क्षुधातुरो वै पुरुषः स दृप्तः॥ स लोमशो दृप्तकठोरकेशः श्यामच्छविदृप्तत विशालः। सुस्निग्धदन्तः सितनेत्ररम्यो नखच्छविः पाण्डुसुदीर्घनासः ॥
જે જન્મથી પુરૂષમાં વાયુ અધિક હોય તે તે પુરૂષ શ્યામવર્ણને થાય તથા તે વાતપ્રકૃતિને થાય છે, પિત્તથી પુરૂષ ગોરો તથા પિત્તપ્રકૃતિ વાળે થાય છે, કફથી મનુષ્ય સ્નિગ્ધ, કાળો તથા ઘણું વાળવાળો થાય છે. તેના વાળ ઘણું લાંબા હોય છે તથા તે કફપ્રકૃતિવાળો થાય છે. વાતરક્તવડે મનુષ્ય કાળા થાય છેપિત્તરક્તવડે માંજર, પિત્તવાળો તથા રૂક્ષ થાય છે; કફરક્તવડે નિગ્ધ અને શ્યામ થાય છે. વાયુવડે દૃષ્ટિનું મંડળ ભમરાના જેવા કે કાજળના જેવા કાળા રંગનું હોય છે. વળી જેને રૂવાટાં કે વાળ ઓછા હોય છે, જેના શરીરને રંગ કાળે હોય છે, જેના માથાના કેશ રૂક્ષ હૈય છે, તથા જેના નખ સુક્ષ્મ તથા શ્યામ હોય છે, તેને વાતપ્રકૃતિને જાણો. પિત્તપ્રકૃતિવાળો માણસ પિત્તને લીધે પીળા વર્ણને, બહુ રૂવાટાં વગરને, પીળા નેત્રવાળે, પિળાશ પડતા કેશવાળા, ઓછા વાળવાળ, ભૂખાળવો તથા ગર્વિષ્ટ હોય છે, તેના નખની કાંતિ પીળાશપર હોય છે. કફની પ્રકૃતિવાળા માણસને રૂવાંટાં ઘણાં ઉગે છે, તે ગર્વિષ્ટ હોય છે, તેના કેશ કઠોર હોય છે, તેની કાંતિ શામળી હોય છે, તેનું શરીર પ્રૌઢ અને વિશાળ હોય છે, તેના દાંત સ્નિગ્ધ હોય છે, તેનાં નેત્ર ધોળાં હોય છે, તેની આકૃતિ સુંદર હોય છે, તેના નખની કાંતિ શ્વેત હોય છે અને તેનું નાક ઘણું લાબું હોય છે.
નપુંસક વગેરેની ઉત્પત્તિનું કારણ समवीर्यरजस्त्वेन नरः स्त्रीप्रकृतिर्भवेत् । नपुंसकमिति ख्यातं न स्त्री न पुरुषो वदेत् ॥ दोषधातुविशेषेण सङ्गे सत्यङ्गसम्भवः । कृतभ्रान्ते च सम्भोगे द्वाभ्यां च द्रवते मनः । दृश्यते यमलोत्पत्तिरन्यचित्तप्रियङ्करी ॥ समदोषबलेनापि प्रकृत्या विकृतेरपि । शुक्रासक्च भवेच्छयामा नपुंसकसमुद्भवा ॥
For Private and Personal Use Only