________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ વૈદ્યના શારીર શાસ્ત્ર, નિદાન (રેગની ઉત્પત્તિ વગેરેનાં કારણો સમજવાં તે) અને ચિકિત્સા (ઔષધ વિચાર) એવા ત્રણ મુખ્ય ભાગ છે. એમાં પણ નિદાન સૌથી વધારે ઉપયોગી લેવું જોઈએ, એમાં કોઈ શક નથી. નિદાનવિષે માધવને આ ગ્રંથ પરમ પ્રમાણ ગણાય છે. સંસ્કૃતમાં આવી આવી એક કહાણી છે કે –
निदाने माधवः श्रेष्ठ सूत्रस्थाने तु वाग्भटः॥ शारीरे मुश्रुतः प्रोक्तश्चरकस्तु चिकित्सिते ॥१॥
આ ગ્રંથનું મૂળ સહિત ગુજરાતી ભાષાંતર જયરામ રઘુનાથે કરી તમામ વૈદ્ય વર્ગને તથા તે વિષયના જીજ્ઞાસુઓને બેશક બહુજ ઉપકૃત કર્યા છે. આ ભાષાંતર ઘણે દરજજે શુદ્ધ તથા બધાથી સમજાય એવું છે.. ડિસેંબર ૧૮૮૫.
ગુજરાત શાળાપત્ર, ૩. આ ચોપડી વૈદ્યરાજેને ઘણી વાંચવા યોગ્ય છે, શરીરમાં કેવા કેવા પ્રકારના નાહના મોટા રેગની ઉત્પત્તિ થાય છે અને તે કેવે પ્રકારે થાય છે તે આદિ ઘણીક વાંચીને સમજવા યોગ્ય બાબતો આ ગ્રંથમાંથી મળી આવે છે. કેટલાક ઉંટવેદે રેગ થવાનાં કારણો વગેરે જાણ્યા સિવાય પિતાની કમ સમજ શક્તિને આધિન થઈને ઊંટવૈદું કરી ધું ચતું કરી નાખે છે તે ને તે આ ગ્રંથ અવશ્ય કરીને વાંચવાની અમે ભલામણ કરીએ છીએ. * *
*
ગુજરાત મિત્ર,
૪. દરેક વૈધે પ્રથમ નિદાન જાણવું જોઈએ, કારણ કે નિદાન શિવાય ઔષધ કાંઈ પણ અસર કરતું નથી પણ ઉલટું દુઃખરૂપ થઈ પડે છે. એ તે દેખીતું જ છે કે, ક રોગ થયો છે તેની પરીક્ષા કર્યા વગર દવા આપવી અથવા લેવી તે વૈદ્યશાસ્ત્ર વિરુદ્ધ છે. હાલના ઘણુંખરા લેભાગુ વૈદ્ય નિદાન ભાગ જાણતા નથી તે પોતાનું કામ ધમધોકાર ચલાવે છે પણ તે બધું કઈ કામનું નથી. જ્યાં સુધી તેઓ નિદાન ભાગ જાણતા નથી ત્યાંસુધી તેમનાથી વૈદ્ય થઈ શકાશે નહીં.
મે સન ૧૮૮૦.
આયુર્વેદ સુધાકર.
૫. શ્રી માધવનિવા-આ ગ્રંથ આર્ય વેધક સંબંધી છે અને તેમાં રે ઉત્પન્ન થવાનાં કારણે, રેગેનાં નામ અને લક્ષણ ઘણું સારી રીતે વર્ણવ્યાં
For Private and Personal Use Only