________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧૦
હારીતસંહિતા.
મહાબુદ્ધિમાન ! સુષુણ્ણા કહેવાય છે. એ સુષુણ્ણ પ્રયત્ન કરીને જાણવા જેવી છે.
આહારાદિકની ઉત્પત્તિ, आहारनिद्राभयकामतृष्णा क्षुधा च मात्सर्यमदश्व मोहः। क्रोधाभिलाषः सुखतृप्तिशान्तिर्भवन्ति वै देहभृतां शृणु त्वम्॥
आहारस्यैषणा देहे विचरतो हुताशनात् ।।
तृप्तिं वापि समाप्नोति रसास्वादानरः सदा॥ यदा यदा शोषयते मलानामग्निस्तदा तृप्तिमिवातनोति । यदा च यस्यैव भवेदतृप्तिस्तदैव तृष्णां प्रतनोति चेतः॥
આહાર, નિદ્રા, ભય, કામ, તૃષ્ણા, ભૂખ, અદેખાઈ, મદ, મોહ, ક્રોધ, અભિલાષ, સુખ, તૃપ્તિ, શાંતિ, એ સર્વે વિકાર (તે તે કારણેથી) મનુષ્યને ઉપજે છે; હે હારીત ! તું સાંભળ. શરીરમાં ફરતા અગ્નિવડે આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. તથા રસના આસ્વાદવડે મનુષ્ય સદૈવ તૃપ્તિ પામે છે. જ્યારે જ્યારે શરીરમાં અગ્નિ મલનું શોષણ કરે છે ત્યારે ત્યારે તે તૃપ્તિ પામે છે, જ્યારે કેઈ મનુષ્ય અતૃપ્ત થાય છે ત્યારે તેનું ચિત્ત તે વિષયની તૃષ્ણ ઉત્પન્ન કરે છે. - इति आत्रेयभाषिते हारीतोत्तरे शरीरस्थाने शारीरा.
ध्यायो नाम प्रथमोऽध्यायः ।
इति शारीरस्थानं समाप्तम्।
For Private and Personal Use Only