________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછમસ્થાન-અધ્યાય પહેલે.
૮૦૭
વાયુ શરીરના નીચેના ભાગમાં રહીને અપાનદારને શુદ્ધ કરે છે. એ વાયુઓ જે માંહે રહેલા હોય છે તે જુદે જુદે માર્ગ છિદ્રો ઉત્પન્ન કરીને બહાર નીકળે છે, અને તેથી જ મુખ, બે નક, બે કાન, બે નેત્ર ગુદ તથા મેહન (મૂવદાર ) એવાં નવ દ્વારા ઉત્પન્ન થાય છે. પછી શરીરમાં રહેલો વાયુ વિસ્તાર પામીને હાથ પગ વગેરે અવયવને ઉત્પન્ન કરે છે.
પંચભૂતથી ઉત્પન્ન થયેલા અવયવ વગેરે. त्वमांसकेशरोमास्थि भूभागो जनयेत् तथा । रसं रक्तं च लालां च मूत्रं शुक्र जलादिति ॥ अग्निः पित्तं च नेत्रे च तमः क्रोधश्च तेजसः। श्रुतिः स्पर्शस्तथोच्यासः स्वेदश्चंक्रमणादिकम् ॥ वातात्पंच परिशेया अन्या प्रकृतिरेव च । मनो बुद्धिस्तथा निद्रा आलस्यं मद एव च ॥
शून्यात्पञ्च प्रजायन्ते देहे देहे व्यवस्थिताः ॥ પૃથ્વીતત્વના ભાગથી ત્વચા, માંસ, કેશ, રૂવાટાં, અને હાડકાં એ પાંચ વાનાં ઉત્પન્ન થાય છે. રસ, રક્ત, લાળ, મૂત્ર અને વીર્ય, એ પાંચ વાનાં જળથી ઉત્પન્ન થાય છે. જઠરાગ્નિ, પિત્ત, નેત્ર, અંધકાર, અને ક્રોધ એ પાંચ વાનાં તેજ (અગ્નિતત્ત્વથી) ઉપજે છે. શ્રવણ, સ્પર્શ, ઉછાસ, સ્વેદ અને ગમન, એ પાંચ વાયુથી ઉપજેલાં જાણવાં. વાયુદેશથી જે વાતપ્રકૃતિ ઉત્પન્ન થાય છે તે જૂદી છે. મન, બુદ્ધિ, નિદ્રા, આળસ અને ભદ, એ પાંચ જે પ્રત્યેક દેહમાં રહેલાં છે તે આકાશથી ઉત્પન્ન થાય છે.
ત્વચાદિકની ઉત્પત્તિ, वातरक्तेन त्वग्देहे मांसं त्वगाश्रितं मतम् । शुक्रश्लेष्मोद्भवो मेदो रसोऽस्थिरक्तसम्भवः ।
पित्ताश्रितं हृदयस्थं वातरक्तमयं यकृत् ॥ रक्तश्लेष्मरसाश्रितमुरः । रक्तश्लेष्ममयः प्लीहाकफर क्तमयं फुफ्फुसम् ।
पश्चभूतमयं देहमाकाशं शुन्यमेव च ॥
For Private and Personal Use Only