________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
હારીતસંહિતા.
અને છેલ્લા સાત દહાડામાં ત્રમણી માત્રા આપવી. ઔષધને યોગ વિચારનારાએ એને પરમ (છેવટની) માત્રા જાણવી. જે માણસ એક વર્ષ સુધી ક્રમે કરીને ગુગળનું સેવન કરે છે તેને સ્થાવર કે જંગમ વિષથી કોઈ વખત હાનિ થતી નથી.
ગુગળના પ્રયોગના ગુણ, निर्मुक्तो बलितत्वचोपि पलितो वृद्धो युवा जायते मेधादृष्टिबलीजवीर्यमधिकं वृद्धत्वहीनो भवेत् । गुल्माष्ठीलकमामवातशमनः कुष्ठं प्रमेहाश्मरी शूलानाहविसर्परक्तशमनो भूतोपसृष्टे हितः॥
જે માણસ ગુગળનું સેવન કરે છે તેની ત્વચાને કરચલીઓ પડી ગઈ હોય તે તેથી તે નિર્મુક્ત થાય છે, તેને પળિયાં આવ્યાં હોય તે મટીને કાળા વાળ થાય છે; ઘરડે હોય તે જુવાન થાય છે, બુદ્ધિ, દષ્ટિ, બળ, એજ અને વીર્ય, એ સર્વની વૃદ્ધિ થાય છે વૃદ્ધત્વ નાશ પામે છે; ગુલ્મ, અષ્ટીલા નામે ગ્રંથિ, આમવાયુ, એ રેગ શમી જાય છે. કોઢ, પ્રમેહ, અશ્મરી (પથરીનો રોગ) શૂળ, પિટ ચઢવું, વિસપરોગ, લેહીના બગાડના રંગ, એ સર્વે શમે છે, અને ભૂતાદિને વળગાડ થયો હોય તેને પણ એથી ફાયદો થાય છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे कल्पस्थाने गुग्गुलु
कल्पो नाम पञ्चमोऽध्यायः ।
कल्पस्थानं समाप्तम् ।
For Private and Personal Use Only