________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષષ્ટમસ્થાન-અધ્યાય પહેલે.
दृश्यते च रजः स्त्रीणां विना योगेन पुत्रक!". दृश्यते न विना योगात्फलं स्त्रीणां तु पुत्रक!॥
संशयाद् विस्मितश्चित्तो हारीतः परिपृच्छति ॥ સ્ત્રીઓને મહિને મહિને ઋતુ પ્રાપ્ત થતું જોવામાં આવે છે. હે વૈદ્યોત્તમ! સ્ત્રી ઋતુવાળી થયા પછી સાત દિવસ સુધી આર્તવ રહે છે. સાત રાત્રીઓ વીત્યા પછી યોનિની શુદ્ધિ થાય છે માટે તેટલા કાળ પછી સ્ત્રી (ગર્ભધારણ કરવાને ગ્ય) તુવાળી થાય છે. હે પુત્રક! પુરૂષને વેગ થયા વિના સ્ત્રીઓને રજસ (આર્તવ) પ્રાપ્ત થાય છે, પણ હે પુત્ર! પુરૂષના યોગવિના સ્ત્રીને ફળ પ્રાપ્ત થતું જોવામાં આવતું નથી. એ સાંભળીને મનમાં વિસ્મય પામી સંશય કરીને હારીત તેને પૂછે છે.
हारीत उवाच। संयोगेन विना प्राज्ञ ! कथं गर्भो न जायते । संयोगेन विना पुष्पं फलं वा न कथं भवेत् । वृक्षवन्न न कथं स्त्रीणां फलोत्पत्तिः प्रदृश्यते । एतत्पृष्टो महाचार्यः प्रोवाच ऋषिपुङ्गवः ॥
હારીત પૂછે છે. –હે બુદ્ધિમાન પિતા! સંયોગ વિના ગર્ભ કેમ ઉત્પન્ન થતું નથી. તેમજ સંયોગ વિના પુષ્પ કે ફળ કેમ ન થાય? જેમ ઝાડને સંયોગ વિના ફળ ઉપજે છે તેમ સ્ત્રીઓને સંગવિના કેમ સંતાન થતાં નથી? એવો પ્રશ્ન સાંભળીને ઋષિઓમાં શ્રેષ્ઠ મોટા આચાર્ય બોલ્યા.
आत्रेय उवाच ।
वीरुधानां च वल्लीनां स्थावराणां च पुत्रक ! ॥ तत्र धातुसमं बीजं सह योगेन वर्तते ॥ न भिन्नदृष्टिस्तस्येव दृश्यते शृणु पुत्रक ! । स्थावराणां च सर्वेषां शिवशक्तिमयं विदुः ॥ निश्चलोऽपि शिवो शेयो व्याप्तिः शक्तिर्महामते !। तत्र त्रिपुरुषगुणा वर्तते समयोगतः॥
For Private and Personal Use Only