________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
શરીરના વય પ્રમાણે ચાર પ્રકાર चतुर्विधं शरीरं स्याद् बाल्यं प्रौढं प्रगल्भकम् । स्थविरं च तथा प्रोक्तं बाल्यमल्पशरीरकम् । षोडशवार्षिकं यावद् बाल्यं तावत् प्रवर्तते ॥ શરીર ચાર પ્રકારનું કહેવું છે; બાલ્ય, પ્રૌઢ, પ્રગલ્સ, અને વૃદ્ધ એટલે બાળક, જુવાન, આધેડ અને ઘરડે. સોળ વરસનું વય થતાં સુધી બાળ અવસ્થા પ્રવર્તે છે.
ધાતુની ઉત્પત્તિ, धातूनां च बलं तत्र धातुमूलं शरीरकम् । धातूनां पुष्टियोगेन शरीरं चातिवर्धते ॥ जीवितं धातुमूलं तु मृत्युर्धातुक्षयादपि । हीनधातोश्च योगेन लभते स्वल्पजीवनम् ॥ नरो धातुबलेनापि जीवितं चाथ दृश्यते । तस्माच मैथुनात्सम्यक् जायते गर्भसम्भवः ॥ आदौ धातुबलं तस्मात्सत्वं तस्माद्रजो विदुः । रजसा जायते कामः कामात्सुरतसङ्गमः॥
એ વયમાં ધાતુઓનું બળ પ્રાપ્ત થાય છે. શરીરનું મૂળ ધાતુ છે. ધાતુની પુષ્ટિ થવાથી શરીર વૃદ્ધ પામે છે. ધાતુઓના આધારથી જીવિત રહે છે અને ધાતુનો ક્ષય થવાથી જીવિતનો ક્ષય થાય છે. જે માણસના શરીરમાં ધાતુ કમી હોય તે માણસ ઓછું આયુષ્ય ભોગવે છે. મનુષ્યમાં ધાતુનું બળ હેવાથી જ તેનામાં જીવિત દેખાય છે. અને એટલા માટે જ મૈથુન કરવાથી ગર્ભની ઉત્પત્તિ થતી જોવામાં આવે છે. પ્રથમ ધાતુનું બળ પ્રાપ્ત થાય છે, તેથી સત્વગુણ વધે છે, અને તેથી રજો ગુણ વધે છે. રજે ગુણથી કામ ઉત્પન્ન થાય છે અને કામથી મૈથુન સમાગમ થાય છે.
સ્ત્રીઓને ઋતુ પ્રાપ્તિ. मासे मासे ऋतुः स्त्रीणां दृष्ट्रा ऋतुमतीस्त्रियः। रजः सप्तदिनं यावत् ऋतुं च भिषजां वर!॥ सप्तरात्राद्योनिशुद्धिस्तस्मादृतुमती भवेत् ।
For Private and Personal Use Only