________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯૨
હારીતસંહિતા.
શળ અને પેટ ચઢવાના રોગમાં બીજેરાના રસ સાથે લસણ ખાવું.
દહીં સાથે ખાધેલું લસણ વાતાદિ રોગને શમાવે છે એમ વિદ્વાન વૈદ્યોનું કહેવું છે. લસણ ખાનારને જંગલનાં પ્રાણીઓના રસ ભજનને માટે આપવા.
અથ પિય રસેન, निष्पीड्य च रसं तस्य गृहीत्वा मुनिसत्तम । दुग्धेन शर्करोपेतं पित्तरोगे पिबेन्नरः॥ राजयक्ष्मक्षये पाण्डौ कामलायां हलीमके। शिरोरुजासु सर्वासु रक्तपित्तभ्रमेषु च ।
शोषमूर्छापरमारे च हितं चैतद्रसायनम् ।। હે મુનિસત્તમ! લસણને કચરીને તેનો રસ કાઢીને તેને દૂધ તથા સાકર સાથે પિત્તરોગવાળાએ પીવું. રાજ્યક્ઝા, ક્ષય, પાંડુ, કમળ, હલીમક, સઘળા પ્રકારના માથાના રોગ, રક્તપિત્ત, ભ્રમ, શેષ, મૂછ, અને અપસ્મારમાં એ પેયરસેન હિતકારક અને રસાયન છે.
બીજો પ્રકાર, परिपिष्य रसोनं च तत्समा त्रिवृता मता। गुडेनैरण्डतैलेन शीतं दत्त्वा च लेहकम् ॥ शोफे गुल्मे चामवाते हितमेतत्तथार्शसाम् ॥ લસણને કચરીને તેમાં તેના જેટલું જ નસોત્તર નાખવું. પછી તેમાં ગોળ તથા એરંડીયું તેલ નાખીને તેને ઠંડ અવલેહ રેગીને ચાટવા આવે. એ અવલેહ સેજમાં, ગુલ્મમાં, આમવાતમાં અને અર્શરોગમાં હિતકારક છે.
લસણ ઉપર પથ્યાપથ્ય. हरिणशशकलावातित्तिराणां च मांसं
करमपि मयूर सारसाद्यं त्वजाद्यम् । घृतमधुररसानां शालिगोधूममाषा हितमिति मनुजानां गुग्गुले वा रसोने ॥
For Private and Personal Use Only