________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૪
હારીતસંહિતા.
पंचमोऽध्यायः।
ગુગળને કહ૫.
हारीत उवाच । भगवन् ! गुग्गुलोर्नाम योगवीर्यमथो गुणम् । वक्तुमर्हसि रोगेषु येषु वापि प्रशस्यते ॥ एवमुक्तस्तु शिष्येण प्रत्युवाच महातपाः ।।
હારીત કહે છે–હે ભગવન્! ગુગળના યોગ, તેનું વીર્ય, તેના ગુણ, અને જે રેગ ઉપર તે ગુણકારી હોય તે સઘળું મને કહેવું જોઈએ. શિષ્યનું એવું કહેવું સાંભળીને મોટા તપવાળા આત્રેય મુનિ બેલ્યા.
ગુગળનાં રૂપ વગેરે.
आत्रेय उवाच। मरुभूमौ प्रजायन्ते प्रायशः पुरपादपाः । भानोर्मयूखैः सततं ग्रीष्मे मुञ्चन्ति गुग्गुलम् ॥ हिमादिता वा हेमन्ते विधिवत्तं समाहरेत् ॥ जातरूपनिभं शुभं पद्मरागनिभं कचित् । कंचिन्महिषनेत्राशं यक्षदैवतवल्लभम् ॥
આત્રેય કહે છે–ઘણું કરીને ગુગળનાં વૃક્ષો મરૂભૂમિમાં થાય છે. સૂર્યના કિરણવડે તે વૃક્ષ તપે છે ત્યારે તેમાંથી ગ્રીષ્મઋતુમાં ગુગળ નીકળે છે. તેમજ હેમંતઋતુમાં હિમથી પીડાયલા તે વૃક્ષમાંથી ગુગળ નીકળે છે. એ ગુગળને વિધિપૂર્વક લાવે. ગુગળ કેટલીક જંગોએ સેના જેવો પીળો, કોઈ જગોએ ધૂળે, કઈ જગોએ પદ્મરાગમણિ જેવા રંગને અને કઈ જોએ પાડાના નેત્ર જેવા રંગને મળી આવે છે. એ યક્ષ અને દેવોને વહાલે છે.
ગુગળના ગુણ विधानं तस्य विधिवन्निबोध गदतो मम ॥ त्रिदोषशमनो वृष्यः स्निग्धो बृंहणदीपनः ।
For Private and Personal Use Only