________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ઉપર કહ્યા પ્રમાણે ખાંસીના ઉપાય કહ્યા, હવે વમન કરાવીને ખાંસી મટાડવાના ઉપાય કહિયે છીએ. જેમને વાયુની ખાંસી થઈ હેય તેમને વજ તથા સિંધવનું પાણી પાઈને ઉલટી કરાવવી. અથવા સંધવ નાખીને દશમૂળને ક્વાથ પી. એ બેમાંથી ગમે તે એક ઉપાય કરવાથી વાયુની ખાંસીવાળાને વમન થઈને ઉધરસ મટશે, કંઠ સ્વચ્છ થશે, અને સ્વર સારે થશે. જે વમન કરાવેલા માણસને વમન સારું ન થતાં વમન થવાનો કાંઈક ભાગ પેટમાં રહી જાય તે ફરીને ગળા સુધી દૂધ પીવું અને પછી કુકડલાના ફળનું પાણી મધ સાથે ડુંક પીવું તેથી ઉલટી થશે. અથવા ડાહ્યા પુરૂષે મીંઢળને કવાથ કરીને તે પીવે, તેથી પણ સંપૂર્ણ ઉલટી થશે. જ્યારે કાંઈ બાકી ન રહે એવી ઉલટી થાય ત્યારે અતિ ઠંડું દૂધ પીવું એવી રીતે કરેલું વમન પિત્તના રોગવાળાને ફાયદો આપે છે.
કફકાસ ઉપર વમન ઔષધ अंकोल्लकस्य मूलं वा घृष्ठा चोष्णेन वारिणा । वमनार्थ पिबेच्छीघ्रं वमयत्यतिमानयम् ॥ तंदुलीयकमूलं वा पिवेच्चोष्णेन वारिणा । वमनं जायते तेन कटुतुंबीजलेन वा ॥ देवदालीफलजलं पिबेत्स्वल्पं सशर्करम् । तेन वामयते शीघ्र कासे तक्रसमुद्भवे ॥ निरवशेषे च वमिते पयःपानं विधीयते । क्लेदो यदि नोपशमेत्तदा देयं सशर्करम् ॥ वमनात्परतो भक्षेत्पथ्या सगुडनागरा। वातकासविनाशाय शृंगी वापि गुडान्विता ॥
અંકેલીનું મૂળ ગરમ પાણી સાથે ઘસીને વમન કરવા માટે પીવું; તેથી મનુષ્યને જલદી વમન થાય છે. તાંદલજાનું મૂળ ગરમ પાણી સાથે પીવાથી અથવા કડવી તુંબડીને ઉકાળીને તેનું પાણી પીવાથી ઉલટી થાય છે. કફથી થયેલી ઉધરસવાળાને કુકડલાના ફળનું પાણી સાકર સાથે થે પાવું તેથી જલદી ઉલટી થાય છે. અને જ્યારે સંપૂર્ણ ઉલટી થાય ત્યારે તેને દૂધ પાવું એગ્ય છે. જે ઉલટીના ઉછાળા શમે નહિ તે
For Private and Personal Use Only