________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
આદાને રસ, જવની ખાટી કાંજી, સુંઠ, સિંધવ, ગુગળ, અડદના બાકળાનું ઓસામણ, એ સર્વમાં તેલ પર્વ કરવું. પછી તે તેલને અતિશય ગરમ કરીને કડવી તુંબડામાં રેડીને ભરી મૂકવું. એ તેલ કાનના રોગમાં કાનમાં મૂકવાને સારું છે.
યષ્ટીમધુકાદિ ધૃત, यष्टीमधुकुष्ठमरिष्टपत्रं निशाविशालासुमनः प्रवाला। विपाचितं कर्णभवे च शूले सपैत्तिके वा घृतमेव शस्तम् ॥
જેઠીમધ, ઉપલેટ, અરીઠાનાં પાંદડાં, હળદર, વારણી, જાઈનાં પાંદડાં, એ સર્વેમાં ઘી નાખીને પકવ કરવું. એ ધી કાનમાં પિત્તને લીધે શૂળ થતું હોય તે રેગમાં શ્રેષ્ઠ છે.
- કૃમિજન્ય કર્ણરેગને ઉપાય. ब्राह्मीरसं सैन्धवकं विडङ्गं सभृङ्गराजं च रसेन युक्तम् ॥ तथैव सौवीररसं च पथ्या स्त्रुतं च वस्त्रे परिपूतमेतत् । हितं भवेत् तच्छ्रतिपूरणाय पूयं सरक्तं क्रिमिजं निहन्ति ॥
બ્રાહ્મીને રસ, સિંધવ, વાયવિહંગનું ચૂર્ણ, ભાંગરાનો રસ, જવની ખાટી કાંજી, હરડેનું ચૂર્ણ, એ સર્વને એકત્ર કરીને પછી તેને કપડાંમાં નાખીને ગાળી લેવું. એ ગાળેલો રસ કાનમાં પૂરવામાં સારો ફાયદાકારક છે. એ રસ કાનમાં પૂરવાથી કાનમાં પડેલા જીવડા તથા તેથી થયેલું લોહી અને પરૂ એ સર્વને મટાડે છે.
કાનના રોગના બીજા ઉપચાર, शिरोरोगेषु प्रोक्तानि तैलानि च घृतानि च । जात्यादिकं वा युञ्जीत कर्णरोगे विदांवरः । वातहारीणि पथ्यानि विदाहीनि गुरूणि च ॥
માથાના રોગમાં જે જે તેલ અને ઘી કહેવામાં આવ્યાં છે તે કાનના રોગમાં પણ જવાં. પંડિતવૈધે કાનના રોગમાં પાછળ કહેવામાં આવેલું જાત્યાદિ ધૃત જવું. જે પદાર્થ દાહ કરે એવા તથા ભારે હોય અને વાયુને નાશ કરનારા હોય તે કર્ણરોગમાં પથ્ય જાણવા.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने कर्णरो
गचिकित्सा नाम सप्तचत्वारिंशोऽध्यायः । ૧ ધૃતર. p. ૧ સી.
For Private and Personal Use Only