________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા
આ ભચેરગમાં વાયુ ઉત્પન્ન કરે એવા પદાર્થ ખાવા નહિ, તેમ અતિશય ગરમ કે અતીશય તીખું પણ ખાવું નહિ, મત્સ્ય અને માંસ પણ ખાવાં નહિ. તેમ જે પદાર્થ ઘન અને ભારે હોય તે પણ ખાવા નહિ. ધળી શાળ (ડાંગર) ના ચેખાને ભાત તથા મગનું ઓસામણ અથવા તુવરની દાળનું ઓસામણ ખાવું. સસલા, લાવરા, તેતર, કૂકડે, તાંદળજો, સુવા તથા હીંગવાળા પદાર્થો ખાવા નહિ. જે રેગી પિતાનું સુખ છે તે તેણે લવણ ઘણું ખાવું. વળી કસરત, સ્ત્રીસંગ, દિવસે નિદ્રા અને પરિશ્રમ, એટલાં વાનાં તજવાથી રોગીને સુખસંપત્તિ પ્રાપ્ત થાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने भनचि.
कित्सा नाम षष्टितमोऽध्यायः ।
एकषष्टितमोऽध्यायः ।
અગ્નિથી દાઝેલાની ચિકિત્સા દાઝેલાનાં લક્ષણ તથા પ્રકાર
आत्रेय उवाच। अग्निदग्धं नरं दृष्ट्वा तच दग्धं चतुर्विधम् । ईषदग्ध मध्यदग्धमतिदग्धं च वेदवित् । सम्यग्दग्धं भिषक्श्रेष्ठ! लक्षणं शृणु पुत्रक! ॥ अतिदग्धं मांसगं स्याद्वातपित्तकफाधितम् । सम्यग्दग्धं च निर्दोषं विज्ञेयं च भिषग्वर ॥ त्वचा विशीर्यते येन स दाहः पित्तजो भवेत् । कृष्णवर्ण च तत्पित्तान्मांसगं तीव्रवेदनम् ॥
આત્રેય કહે છે–અગ્નિથી દાઝેલા પુરુષને જોઈને તે ચારમાંથી કયા પ્રકારે દાઝેલે છે તેને વિચાર કરે. કેમકે દાઝેલાના ચાર પ્રકાર છે. ઈષદગ્ધ (થોડું દાઝેલ) મધ્યદગ્ધ, અતિદગ્ધ અને સમ્યફદગ્ધ.
For Private and Personal Use Only