________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમસ્થાન-અધ્યાય પહેલા.
આત્રેય કહેછે.—સઘળા કલ્પને વિષે હરડેના કુપ ઉત્તમ છે. એ હરડેના ગુણ દોષ કહું તે સાંભળ. સ્વર્ગમાં રહેલા દેવના રાજા ઇંદ્ર અમૃતપાન કરતા હતા તેમાંથી જે બિંદુએ પૃથ્વી ઉપર પડ્યા તેથી હરડે ઉત્પન્ન થઈ છે.
હરડેના રસ
रसैः पञ्चभिः संयुक्ता रसेनैकेन वर्जिता ।
कषायाम्ला च कटुका तिक्ता स्वादुरसा स्मृता ॥ लवणेन वर्जिता च शृणु तस्याः पृथक् पृथक् । त्वचाश्रितं च कटुकं मेदस्तस्याः कषायकम् ॥ मेदोऽन्तरे तथा चाम्लं मधुरं चास्थिसंश्रितम् । तिक्तं चान्तरे तावन्तु रसैः पञ्चभिः संयुता ॥
૭૭.
હરડેમાં પાંચ રસ છે અને એક રસ ઓછો છે. તે તુરી, ખાટી, તીખી, કડવી અને મધુર છે. માત્ર એક લવણ રસ હર્ડમાં નથી હવે હરડેના કયા કયા એ અંગેામાં રસ રહ્યા છે તે હું તને પૃથક્ પૃથક્ કહું છું તે સાંભળ. હરડેની છાલ તીખી હોય છે, તેના ગર્ભ તુરો હોય છે, ગર્ભની અંદરના ભાગ ખાટા હાયછે, તેના કળિયા મધુર હોય છે, ળિયાની અંદરની ગોટલી કડવી હાય છે, એવી રીતે હરડે પાંચ રસવાળી રાય છે.
હરડેના ગુણ,
अम्लत्वान्मारुतं हन्ति पित्तं मधुरतिक्ततः । कफं कटुकषायत्वात् त्रिदोषघ्नी हरीतकी ॥ हरीतकी देहभृतां हिता स्यात्मातेव चैषा हितकारिणी च । परं कदाचित्कुपितेव माता न कुप्यते चांतरगाहि पथ्या ॥
For Private and Personal Use Only
હરડે ખાટી હાય છે માટે તે વાયુને નાશ કરેછે; તે મધુર તથા કડવી હોય છે માટે પિત્તનો નાશ કરે છે; તે તીખી અને તુરી હાય છે માટે કફનો નાશ કરે છે; એવી રીતે હરડે ત્રણે દોષને નાશ કરે છે. એટલા માટે પ્રાણીમાત્રને હરડે હિતકારક છે. હરડે માતાની પેઠે