________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૪
હારીતસંહિતા.
રસ સાથે પીવાથી ઉલટી મટે છે; દૂધ સાથે પીવાથી રાજ્યદ્ભા મટે છે; ગોળ સાથે પીવાથી પાંડુરંગ મટે છે. ભાંગરાના રસ સાથે તથા ઘી સાથે મેળવીને પીવાથી શરીર ઉપર વળેલી કરચલીઓ તથા પળિયાં નાશ પામે છે તથા બુદ્ધિ વધે છે દૂધ અને ગોળ સાથે કવાથ પીવાથી વિષભજ્વર મટે છે; સાકર અને ઘી સાથે કવાથ પીવાથી સર્વ પ્રકારના જીર્ણજવર મટે છે. ત્રિફળા સર્વે પ્રયોગમાં મનુષ્યને હિતકારક કહેલી છે. વળી તે સર્વે રેગને તત્કાળ શમાવનારી છે તથા તેજ, કાંતિ અને બુદ્ધિને ઉત્પન્ન કરનારી છે. શેજાના રોગમાં, કમળામાં, પાંડુરંગમાં, અને ઉદરગમાં, એ ગેમૂત્ર સાથે હિતકારક છે. હિઝારેગમાં, અતિસારમાં અને ગ્રહણું રેગમાં છાશ સાથે ત્રિફળા ખાવી હિતકારક છે. ઇદ્રિની શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય, જીર્ણજવર થયે હેય, તથા ક્ષયરેગ થયો હોય, તેમાં દૂધ સાથે ત્રિફળા હિતકારક છે. નેત્રરંગમાં, માથાના રેગમાં, કોઢમાં, ખસના રોગમાં, વ્રણરેગમાં, પીનસરગમાં, મૂત્રગ્રહ રેગમાં, કમળામાં અને મંદાગ્નિ રગમાં, પાણી સાથે ત્રિફળા હિતકારક છે. શીતકાળમાં ગેળ અને સુંઠ સાથે ઉનાળામાં સાકર તથા દૂધ સાથે, અને વષકાળમાં સુંઠ સાથે ત્રિફળા હિતકારક છે. ત્રિફળા સર્વ રોગને હરનારી છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे कल्पस्थाने त्रिफला
कल्पो नाम द्वितीयोऽध्यायः।
For Private and Personal Use Only