________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૦
હારીતસંહિતા.
હિત કરનારી છે. પણ માતા તે કઈ વખત પણ કપ પામેલા જેવી જણાય છે, પરંતુ શરીરમાં ગયેલી હરડે કઈ વખત કપ પામતી નથી.
હરડેની ઉત્પત્તિ અને નામ. तस्या उत्पत्तिनामानि वक्ष्यामि शृणु कोविद!। विजया रोहिणी चैव पूतना चामृता तथा ॥ चेतकी चाभया चैव जीवन्ती चैव सप्तमी। विन्ध्ये च विजया जाता अभया च हिमालये ॥ रोहिणी वैदिशे जाता पूतना मगधे स्मृता। जीवन्तिका सुराष्ट्रायां चम्पायां चेतकी मता ॥
अमृता सरयूतीरे इत्येताः सप्त जातयः॥ હે પંડિત ! હવે હરડેની ઉત્પત્તિનાં સ્થાન અને તેનાં નામ કહું તે સાંભળ. વિયા, રેહિણી, પૂતના, અમૃતા, ચેતકી, અભયા, અને સાતમી જીવંતી, એવાં સાત હરડેનાં નામ છે. વિજયા વિંધ્યાચળમાં ઉત્પન્ન થાય છે. હિમાલયમાં અભયા ઉપજે છે, વૈદિશ પ્રાંતમાં રેહિણી થાય છે, મગધ દેશમાં પૂતના થાય છે; સૌરાષ્ટ્ર દેશમાં જીવતી થાય છે, ચંપા દેશમાં ચેતકી થાય છે, અને સરયૂના કાંઠા ઉપર અમૃતા થાય છે, એ પ્રમાણે હરડેની સાત જાતની ઉત્પત્તિ છે.
હરડેને રેગપરત્વે ઉપગ, अभया नेत्ररोगेषु शिरोरोगेषु सर्वदा। सर्वप्रयोगे विजया रोहिणी क्षतरोहिणी ॥ पूतना लेपनार्थे च अमृता च तथा मता। चेतकी सर्वतो योज्या जीवन्ती चूर्णयोगतः ॥ बालानामुपकारार्थ बिजयां परिलक्षयेत् ॥ નેત્રના તથા માથાના રોગમાં સર્વદા અભયારે ઉપગ કરે બધા પ્રયોગમાં વિજયા વાપરવી, રોહિણી જાતની હરડે ક્ષતને અંકુર લાવનારી છે, લેપ કરવામાં પૂતના અને અમૃતા વાપરવી, ચેતકી સર્વ
૧ રાશિ પ્ર. ૧-૪.
For Private and Personal Use Only