________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય સડતાલીસમો.
૯૩
હોય છે તેમાંથી પરૂ વેહે છે. જે વાગવાથી કણરોગ થયો હોય તે તેમાં તીવ્ર વેદના થાય છે. જે કાનમાં ક્ષત (ચાંદુ) થવાથી થયે હૈયા તે તેમાંથી પરૂ વહે છે. વળી બાળકને એક જાતને કાનને રેગ થાય છે તેમાં પણ પરૂ વેહે છે. એ પ્રસુતિ સમયના રોગના કારણથી ઉપજે છે એમ જાણવું
કાનના રોગમાં કરવાની ચિકિત્સા न कर्णरोगे जलपूरणं च न चूर्णमेतत्कथितं विधिः । तैलं हितं स्वेदनमेव कर्णे सबाष्पबिन्दुश्च हितो मतश्च ॥
કાનના રોગમાં કાનમાં પાણી ભરવું નહિ તથા તેમાં ચૂર્ણ ભરવું. નહિ, એમ કાનના રોગને વિધિ જાણનારા વૈધાચાર્યોનું કહેવું છે. પણ જે તેલ કાનમાં વેદન કર્મ કરનારું છે તે હિતકારક છે. અથવા આકડા વગેરેનાં પાંદડાંને વરાળિયાં કરીને તેનાં ટીપાં કાનમાં પાડવાં એ હિતકારક છે.
બાષ્પબિંદુને વિધિ, अर्कपत्राणि संगृह्य लवणेन प्रलेपयेत् ।
तप्तलोहशलाकायां बाष्पबिंदुहितो मतः ॥ આકડાનાં પાંદડાં લઈને તેના ઉપર મીઠું ચોપડવું. પછી તપાવેલી લોઢાની સળીથી તેને દબાવીને તેને રસ કાઢવો. એ રસનું ટીપું કાનના રેગમાં હિતકારક છે. •
વાયુના કાનમાં કર્ણપૂરણ, सैन्धवं समुद्रफेनं च सूक्ष्मचूर्ण च कारयेत् ।
सौवीरकरसेनापि वातिके कर्णपूरणम् ।। સિંધવ અને સમુદ્રનનું બારીક ચૂર્ણ કરવું. પછી તેમાં જવાની ખાટી કાંજી મેળવવી. એ ઔષધ કાનમાં રેડવાથી વાયુથી થયેલી કાનની પીડા મટે છે.
કટુ તુંબી તેલ, आर्द्रसौवीरस्य रसं शुण्ठीसैन्धवगुग्गुलम् । माषकुल्माषरसेन तैलं पक्त्वातिचोष्णकम् । कटुतुम्बेन धार्येत कर्णरोगे प्रशस्यते ॥
For Private and Personal Use Only