________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
હારીતસંહિતા.
વધાયું હોય તેને ભેદાયેલું કહે છે. જે મર્મસ્થાનમાં ભેદાયું હોય તે તેને અસાધ્ય જાણવું અને મર્મસ્થાન વિના બીજી કોઈ જગેએ ભેદાયું હોય તે તે સાધ્ય છે.
ભેદાયલાના પ્રતીકાર, अपामार्गरसेनापि तथा कूष्माण्डकस्य च । धावनं काञ्जिकेनापि प्रशस्तं कथ्यते बुधैः॥ तिलतैलेन चाभ्यङ्गो हितः स्यात् शस्त्रभिन्नके।
लेपनं च प्रयोक्तव्यं पूर्वोक्तं च तत्र च ॥
અધાડાના રસથી કે કહેળાના રસથી કે કાંજીથી ભેદાયલા ઘાને છે તે ફાયદાકારક છે એમ પંડિત વૈવોનું કહેવું છે. શસ્ત્રથી ભેદાયેલા ઘા ઉપર તલના તેલને અત્યંગ કરવો એ હિતકારક છે. તથા છેદાયેલા ઘા ઉપર પછવાડે જે લેપન કહેલાં છે તે અહીં પણ કરવાં.
*શલ્ય કાઢવાની ચિકિત્સા उरसि शिरसि शले कक्षयोः पादयोर्वा त्रिकजठरमुखाग्रे नेत्रयोः कर्णयोर्वा । भवति हि यदि शल्यं कष्टसाध्यं च शस्त्रैभवति यदि च गूढं भेषजैस्तैर्विधि!॥ शाखाप्रशाखयोर्षच मर्मस्थं तन्न सिध्यति । यन्त्रशस्त्रप्रतीकारैः शल्यं प्राज्ञः समुद्धरेत् ॥
હે શસ્ત્રવિધિને જાણનારા! જે છાતીમાં, માથામાં, લમણામાં, બન્ને કાખમાં, બન્ને પગમાં, કમરના સાંધામાં, જઠરમાં, મુખના આગલા ભાગમાં, બન્ને નેત્રમાં કે બન્ને કાનમાં શલ્ય પેઠું હોય અને તે શલ્ય નજરે દેખાય નહિ એમ ગૂઢ (ટંકાયેલું હોય, તે તે શસ્ત્રવગેરેથી તથા ઔષધેથી પણ કષ્ટસાધ્ય છે. જે શલ્ય હાથ, પગ અને બીજી જગાના મર્મસ્થાનમાં હોય તે અસાધ્ય છે. એ શલ્ય યંત્ર તથા શસ્ત્રરૂપ ઉપાયથી નિપુણ વૈધે કાઢવું. ૧ લીવીઝન વા. બ૦ ૪ થી. .
* કટે, હાડ, લાકડું કે હથિયારની અણુ વગેરે જે શરીરમાં ભરાઈ રહ્યું હોય તેને શલ્ય કહે છે.
For Private and Personal Use Only